ખાનગી કંપનીએ જમીન પચાવી પાડતા સુત્રાપાડાના ખેડૂત 443 કિ.મી. સાઈકલ ચલાવી ગાંધીનગર પહોંચ્યા, મહેસુલમંત્રીને પોતાની આપવીતી વર્ણવી

ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના વયોવૃદ્ધ હરશી રામ છેલ્લા 20 વર્ષથી જમીન પચાવી પાડનાર ખાનગી કંપની સામે લડત ચલાવી રહ્યાં હોવા છતાં આજદિન સુધી કોઈ નિવેડો નહીં આવતાં આખરે તેઓ સોમનાથથી ગાંધીનગર સુધી આશરે 443 કિલો મિત્ર સાયકલ ચલાવીને સચિવાલય મહેસુલ મંત્રી સમક્ષ પોતાની આપવીતી વર્ણવી ન્યાય માટે રજૂઆત કરી પરત પાછા સાયકલ લઈને વતન રવાના થઈ ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અનેક ફરિયાદો થતાં કોઇ ઉકેલ આવ્યો નથી
ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામ ના હરશી રામની જમીન ખાનગી કંપનીએ સરપંચ સાથે મળીને પચાવી પાડવામાં આવી છે. જેનાં માટે વયોવૃદ્ધ હરશી રામ છેલ્લા 20 વર્ષથી લડત ચલાવી રહ્યાં છે. પરંતુ અનેક ફરિયાદો કરવા છતાં આજદિન સુધી તેમની ફરિયાદ સંદર્ભે કોઈ ફળદાયી નિરાકરણ આવ્યું નથી. એકતરફ રાજય સરકાર દ્વારા જમીન પચાવી પાડનાર ઈસમો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ નો કાયદો પસાર કરવામાં આવ્યો છે.

જમીન પરત લેવા લડત ચલાવી રહ્યો છુંઃ ખેડૂત
લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અનેક ગુના રાજય પોલીસ મથકમાં દાખલ થઈ રહ્યા છે ત્યારે 20 વર્ષથી પોતાની જમીન માટે લડત લડતા હરશી રામને 10 મહિનામાં ફરીવાર ગાંધીનગર સુધી લાંબા થવાની નોબત આવી હતી. આ અંગે વયોવૃદ્ધ હરશી રામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે વાવડીમાં તેમની જમીન ખાનગી કંપનીએ સરપંચ સાથે મળીને તેઓની જમીન પચાવી પાડવામાં આવી છે. જે માટે છેલ્લા 20 વર્ષથી ન્યાય માટે લડત ચલાવી રહ્યો છું.

કૌશિક પટેલને ન્યાય માટે રજૂઆત કરી
10 મહિના અગાઉ પણ હું ગાંધીનગર આવીને સચિવાલયમાં રજૂઆત કરી હતી પરંતુ તે ફરિયાદનું પણ કોઈ નિરાકરણ ન આવતા સુત્રાપાડાથી સાયકલ લઈને ફરી ગાંધીનગર સચિવાલય ખાતે મહેસુલ મંત્રી કૌશિક પટેલને ફરિયાદ કરવા આવ્યો હતો. આશરે 443 કિલો મીટર સાયકલ ચલાવી ગાંધીનગર આવેલા વયોવૃદ્ધ હરશી રામ રાજકોટ, ચોટીલા થઈને અહીં આવી પહોંચ્યા હતા અને રસ્તામાં આવતા મંદિરોમાં આશરો મેળવ્યો હતો.જિલ્લા કલેક્ટરના બે હુકમ થયા છે. એક મૂળ માલિકને જમીન આપો, બીજો હુકમ ખાનગી કંપનીને જમીન આપો. આ બાબતે તેઓ મહેસુલ મંત્રી કૌશિક પટેલને ન્યાય માટે રજૂઆત કરી પરત વતન જવા માટે રવાના થઈ ગયાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો