ભારત સરકારે ખેડૂતોને ચેતવ્યા, અજાણ્યા પાર્સલથી ચીન દુનિયાભરમાં નુકસાનકારક બિયારણ મોકલતું હોવાની શંકા

ભારત સહિત અનેક દેશોમાં કુરિયર દ્વારા ભીર પ્રકારના રોગ કરી શકે તેવા પેથોજન્સ ધરાવતા બિયારણ મળી રહ્યા છે. ભારત સરકારની ફાર્મ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચે (ICAR) જણાવ્યું હતું કે તેણે અમેરિકા જેવા કેટલાક દેશોમાં અજાણ્યા સોર્સથી પ્રાપ્ત થયેલા મિસ્ટરી બીજના પાર્સલ વિશે વૈશ્વિક સંશોધન સંસ્થાઓનાં ઇનપુટ્સ મેળવવાનું શરૂ કર્યું છે. ગુજરાત સરકારે પણ આજે એક એડવાઇઝરી બહાર પાડી અને રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ, બીજ સંશોધન અને સંગઠનો, વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલા સંગઠનો તેમજ કોર્પોરેશનોને આવા સંદિગ્ધ બીજ પાર્સલથી સચેત રહેવા કહેવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમેરિકાને ચીન પર શંકા

અમેરિકાનો કૃષિ વિભાગ તેમજ અન્ય એજન્સીઓ પણ આ અંગે તપાસ કરી રહ્યા છે. અમેરિકાને શંકા છે કે આ હાનિકારક બિયારણ ચીનમાંથી આવી રહ્યા છે. જોકે ભારત સરકારે હજુ સુધી આધિકારિક રીતે આ વાતની પુષ્ટી કરી નથી. અમેરિકા માને છે કે ચીન જ દુનિયાભરમાં પેથોજન્સ ધરાવતા બિયારણ મોકલીને અન્ન સુરક્ષાને નુકસાન પહોચાડવા માંગે છે.

દુનિયાભરમાં હજારોની સંખ્યામાં પાર્સલ મળ્યા

ICAR અને ગુજરાત સરકારે આપેલી માહિતી અનુસાર, અમેરિકા, કેનેડા, યુકે, ન્યુઝીલેન્ડ, જાપાન અને યુરોપના દેશોમાં બેનામી અથવા તો અજાણ્યા નામે કે અજાણી જગ્યાએથી ખોટા લેબલવાળા બીજના પાર્સલો મળ્યા હોવાનું ધ્યાને આવ્યુ છે. અમેરિકાએ પણ તેના 27 રાજ્યોમાં સાવચેતીના પગલા ઉઠાવી અને આવા પાર્સલ મળે તો તુરત સરકારને જાણ કરવા માટે કહ્યું છે.

પેથોજેન્સ વાળા કોઈપણ બીજ અન્ન સુરક્ષા માટે જોખમી

ICARના ડિરેક્ટર જનરલ ત્રિલોચન મહાપાત્રાએ જણાવ્યું હતું કે, આ એક ગંભીર બાબત છે. બિયારણનો અર્થ કૃષિ છે. વિનાશક પેથોજેન્સ વાળા કોઈપણ બીજ આપણી અન્ન સુરક્ષાને જોખમમાં મુકી શકે છે. તેથી, આપણે જાગ્રત રહેવાની જરૂર છે. ICARએ આ અંગે ગ્લોબલ એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટીટયુટ સાથે વાત શરુ કરી છે અને શંકાસ્પદ જણાતા આ બિયારણ અંગે ઇનપુટ્સ પણ મેળવી રહી છે.

અમેરિકાએ આને એગ્રીકલ્ચર સ્મગલિંગ ગણાવ્યું

કેટલાક મહિનાથી બિયારણના હજારો શંકાસ્પદ શીપમેન્ટ વિશ્વના અનેક દેશોમાં મળ્યા છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર દ્વારા આ બાબતને એગ્રીકલ્ચર સ્મલિંગ ગણાવવામાં આવી છે. તે ઉપરાંત આવા શંકાસ્પદ બિયારણ ગંભીર પ્રકારના રોગ કરી શકે તેવા પેથોજન્સ (રોગકારકો) ધરાવતા હોવાનું અને તેના કારણે સમગ્ર પર્યાવરણ (ઈકો સિસ્ટમ), ખેતી અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપર જોખમ ઉભી થવાની શકયતા હોવાનું દર્શાવવામાં આવ્યુ છે.

સીડ્સ ઇન્ડસ્ટ્રીને સાવધ રહેવા કહેવાયું

ગત સપ્તાહે કેન્દ્રના કૃષિ મંત્રાલયે, રાજ્ય સરકાર, સીડ્સ ઇન્ડસ્ટ્રી અને રિસર્ચ એજન્સીઓને અજાણ્યા સોર્સમાંથી આવતા શંકાસ્પદ બિયારણના પાર્સલ અંગે સાવચેત કર્યા હતા. સરકારે જણાવ્યું હતું કે આ પ્રકારના બિયારણ દેશની બાયોડાઈવર્સીટીને નુકસાન પહોચાડી શકે છે. એરપોર્ટ તેમજ પોર્ટ ઓથોરિટીને પણ કઈ પણ શંકાસ્પદ જણાય તો પાર્સલને કબજે કરી વધુ તપાસ માટે ICARને મોકલવા સુચના આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો