પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું હાર્ટ અટેકથી નિધન, AIIMSમાં લીધા અંતિમ શ્વાસ.

પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને હાર્ટ એકેટ પછી દિલ્હી સ્થિતિ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં નિધન થયું છે. તેમની હાલત ખૂબ જ નાજુક હતી. તેમને રાતે 10 કલાક 20 મિનિટે એઈમ્સ લાવવામાં આવ્યા અને ઈમર્જન્સી વોર્ડમાં રાખવામાં આવ્યાં હતાં.

નોંધનીય છે કે, તેમની તબિયત અંગેના સમાચાર મળતા જ ભાજપના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી તાત્કાલિક અસરથી એઈમ્સ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ડોક્ટરોની એક ટીમ તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહી હતી.

67 વર્ષની વયે થયું નિધન

પરંતુ તેમને બચાવી ન શકાયા અને 67 વર્ષની વયે તેમનું દેહાવસાન થયું હતું. તેમના નિધન અંગેના સમાચારને પગલે ભાજપે પક્ષના દિગ્ગજ નેતા ગુમાવ્યા છે. તેમના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા દિગ્ગજ નેતાઓ એઇમ્સ પહોંચ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા મામલે આજે સાંજે સુષ્મા સ્વરાજે ટ્વિટ કર્યું હતું કે, પ્રધાનમંત્રીજી, તમારા હાર્દિક અભિનંદન, હું મારા જીવનમાં આ દિવસની રાહ જોઇ રહી હતી.

2016 માં કરાઇ કિડની ટ્રાન્સપ્લાન્ટ

હાલ હોસ્પિટલમાં સુષમા સ્વરાજના પતિ તથા તેમના પરિવારના સભ્યો તથા પાર્ટીના કેટલાક નેતાઓ હાજર છે. નોંધનીય છે કે, તેમની તબિતય છેલ્લા કેટલાક સમયગાળાથી ખરાબ હતી. 10 ડિસેમ્બરના રોજ તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.

બિમારીને કારણે ન લડ્યા 2019ની લોકસભા ચૂંટણી

અત્રે જણાવી દઇએ કે, સુષમા સ્વરાજની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેઓ 2019ની ચૂંટણી લડ્યા નહોંતા. 2014માં સુષમા સ્વરાજે ભારત સરકારનો વિદેશ મંત્રાલયનો પદભાર સંભાળ્યો હતો. ભાજપના શાસન દરમિયાન સુષમા સ્વરાજ દિલ્હીના મુખ્યમંત્રી પદને પણ શોભાવી ચૂક્યા છે. પ્રથમ વખત તેઓ દિલ્હીના મહિલા મુખ્યપ્રધાન બન્યા હતા.

પ્રભુ એમના આત્મા ને શાંતિ આપે એજ પ્રાથના.. ૐ શાંતિ..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો