મુંબઈનો હચમચાવી દેતો બનાવ: પત્નીના ચારિત્ર્ય પર ટિપ્પણી કરનાર મિત્રની હત્યા કરી લાશના 12 ટુકડા કરી નાખ્યા

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ (Mumbai)માં એક એવો બનાવ સામે આવ્યો છે જેના વિશે સાંભળીને ભલભલા હચમચી જાય. અહીં એક 31 વર્ષીય બેંક કર્મચારી પોતાની મહિલા મિત્રના ઘરે પહોંચ્યો હતો. અહીં તેણે મહિલા મિત્રના પતિની સામે જ તેણીના ચારિત્ર્યને લઈને અમુક ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીથી નારાજ મહિલાના પતિએ તેના પત્નીના મિત્રની હત્યા કરી નાખી હતી. જે બાદમાં તેની લાશના 12 ટુકડા કરીને તેને બે બેગમાં ભરીને નાળામાં ફેંકી દીધા હતા. આ હત્યા પરથી આખરે પોલીસે પદડો ઊંચકી નાખ્યો છે.

મળતી માહિતી પ્રમાણે વરલી પોલીસ સ્ટેશન મથકમાં સુશીલ કુમાર સારણિક નામનો એક બેંકકર્મી ગુમ થયાની પોલીસ ફરિયાદ આપવામાં આવી હતી. સુશીલ કુમારે 12 ડિસેમ્બરથી ઘરેથી ગુમ હતો. જે બાદમાં 14મી તારીખે ફરિયાદ આપવામાં આવી હતી. સુશીલ ગ્રાન્ટ રોડ ખાતે આવેલી એક અગ્રણી બેંકમાં નોકરી કરતો હતો. ફરિયાદ પ્રમાણે સુશીલ 12મી તારીખે ઘરે એવું કહીને ગયો હતો કે તે તેના એક મિત્રને મળવા માટે જઈ રહ્યો છે અને 13મી તારીખે પરત આવી જશે. જોકે, સુશીલ પરત ન આવતા તેની માતાએ 14મી તારીખે પોલીસ ફરિયાદ આપી હતી.

ગુરુવારે વરલી પોલીસ મથકમાં નેરલ પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો કે સુશીલની હત્યા થઈ છે. તેનો મૃતદેહ બે સૂટકેસમાંથી ટુકડા કરેલી હાલતમાં મળ્યો છે. નેરલ પોલીસને એક નાળામાં તરતી હાલતમાં આ બંને સૂટકેસ મળ્યા હતા. જે ખોલીને જોયું તે તેમાંથી સુશીલના શરીરના 12 ટુકડા મળી આવ્યા હતા અને એક હાથ ગાયબ હતો.

પોલીસને સૂટકેસ સાથે પ્રાઇસ ટેગ તેમજ દુકાનના નામની ચિઠ્ઠી મળી આવી હતી. જે બાદમાં પોલીસ દુકાન સુધી પહોંચી હતી. દુકાનદારને પોલીસે જ્યારે સૂટકેસ ખરીદનારનું નામ પૂછ્યું ત્યારે તેણે ચાર્લ્સ નાડાર અને તેની પત્ની સલોનીનું નામ આપ્યું હતું. પોલીસે બંનેની પૂછપરછ કરતા બંને ભાંગી પડ્યા હતા અને હત્યા તેમણે જ કરી હોવાનું કબૂલી લીધું હતું.

પોલીસને પૂછપરછમાં માલુમ પડ્યું કે સુશીલ અને સલોની મિત્રો હતા. એક સમયે બંને એક કંપનીમાં સાથે કામ કરતા હતા. ત્રણેય લોકો ઘરે પાર્ટી કરી રહ્યા હતા ત્યારે સુશીલે સલોનીના ચારિત્ર્ય અંગે અમુક ટિપ્પણી કરી હતી. જે બાદમાં નારાજ થયેલા નાડારે ચપ્પુથી સુશીલનું ગળું કાપી નાખ્યું હતું. આ કામમાં સલોનીએ તેની મદદ કરી હતી.

હત્યા બાદ લાશને ફેંકવા માટે બંનેએ બે સૂટકેસની ખરીદી કરી હતી. જે બાદમાં સુશીલના શરીરના ટુકડા કરીને તેને સૂટકેસમાં ભરી દીધા હતા. બાદમાં આ બંને સૂટકેસ એક નાળામાં ફેંકી દીધી હતી. બંનેને એવું હતું કે સૂટકેસ તરતી તરતી દરિયામાં જતી રહેશે. જોકે, આવું ન થતાં બને સૂટકેસ પોલીસના હાથમાં આવી ગઈ હતી અને બંનેનો ભાંડો ફૂટી ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો