સુરતમાં માથાભારે સુર્યા બંગાળીએ ફાર્મહાઉસમાં જન્મદિવસ ઊજવતા વિવાદ, મ્યૂઝિક પાર્ટી સાથે ભીડ એકઠી કરતા કોવીડ ગાઇડલાઇનની ઐસી કે તૈસી
સુરતમાં (Surat) બર્થ ડે પાર્ટીએ વિવાદ જગાવ્યો છે. શહેરના ગોપીપુરા વિસ્તારના માથાભારે સુર્યા બંગાળીએ (Surya Bangali) પોતાના જન્મદિવસની ઊજવણી ફાર્મહાઉસમાં (Birthday celebration) પાર્ટી કરીને ઊજવતા વિવાદ થયો છે. સુર્યા મરાઠી બાદ સુરતમાં નવા સુર્યાનો વિવાદિત ઉદય થતા પોલીસ માટે પડકાર બન્યો છે. આ બર્થડે પાર્ટીના વીડિયો અને તસવીરોએ સોશિયલ મીડિયામાં (Social Medai) ગામ ગજવ્યું છે.
સુરતના ગોપીપુરા વિસ્તારના માથાભારે સૂર્યા બંગાળીએ બર્થ ડે સેલિબ્રેશનના નામે કરેલા તાયફાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ગોપીપુરામાં રાયચંદ દીપચંદ સ્કૂલ પાસે અડ્ડો જમાવી ટપોરીગીરી કરતા સૂર્યા બંગાળીએ – ક્રિસમસના દિને પોતાની બર્થ ડે શહેરના છેવાડાના ફાર્મહાઉસમાં આયોજિત કરી હતી આ બર્થ ડે પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી હતી
ભારે ભીડ વચ્ચે સૂર્યા બંગાળીના પંટરોએ ડીજેના તાલે ઝૂમવા સાથે ફટાકડાના ધૂમધડાકા કરી ભારે તમાશો કર્યો હતો. મોડીરાત્રે થયેલી આ પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સિગનો પણ ભંગ થયો હતો . સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોએ ચકચાર જગાવી છે . સૂર્યા બંગાળીએ ઓલપાડના ફાર્મહાઉસમાં બર્થડે સેલિબ્રેશન કર્યુ હોવાનું કહેવાઇ રહ્યું છે.
કામરેજના બર્થ ડે સેલિબ્રેશન અંગે જિલ્લા પોલીસે કડક એક્શન લીધા હતા ત્યારે સૂર્યા બંગાળીએ પણ બર્થ ડે સેલિબ્રેશનના નામે જાહેરનામાનો ભંગ કર્યો હતો જોકે આ માથાભારે, સૂર્યા બંગાળી બર્થ ડે સેલિબ્રેશનના નામે તાયફા કરવામાં નામચીન છે .
બે વર્ષ પહેલાં તેને જન્મદિવસની ઉજવણીમાં મધરાત્રે ડીજે તથા ઢોલ – નગારાની ધામધૂમ વચ્ચે જાહેર માર્ગ પર કેપ કાપી તમાશો કર્યો હતો . જે વીડિયો વાયરલ થતા અઠવા પોલીસે ગુનો નોંધી સૂર્યા આણી મંડળીની અટકાયત કરી હતી તેના જન્મદિવસની ઊજવણીમાં તેના સમર્થકો દ્વારા 101 કિલોની કેક કાપવામાં આવી હતી.
જોકે અલ્પેશ મામલે જિલ્લા ડીએસપી ઉષા રાડા દ્વારા ચાર જેટલા પોલીસ કર્મચારી સસ્પેંડ કરાયા હતા ત્યારે આ ઘટના માત્ર 48 કલાકમાં જિલ્લા પોલીસની હદમાં ફરી જન્મ દિવસની ઉજાણી કરવામાં આવી છે ત્યારે હવે અહીંયા પણ પોલીસ ગુનો દાખલ કરી કર્મચારીઓની સસ્પેન્ડ કરી અને ખુશ થશે એવું લાગી રહ્યું છે.
સુરતમાં કુખ્યાયત સુર્યા મરાઠીની આ વર્ષે હત્યા થઈ હતી ત્યારબાદ સુરતમાં સુર્યા નામના વધુ એક વ્યક્તિનો વિવાદિત ઉદય થઈ રહ્યો છે. જોકે, આ પ્રકરણમાં તો સુર્યા બંગાળી સામે ફક્ત જાહેરમાં પરવાનગી વગર ઊજવણી કરવાનો અને કોરોનાના સંક્રમણની વચ્ચે ટોળા એકઠા કરી વાયરસના ફેલાવામાં સંભવિત જોખમ સર્જવાનો આક્ષેપ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

