લૉકડાઉનમાં 67% મજૂરો થયા બેરોજગાર, 74% લોકોને ખાવાના ફાંફાં, 61% પરિવારો પાસે એટલા પૈસા નથી કે એક સપ્તાહનું કરીયાણું પણ ખરીદી શકે: સર્વે

કોરોના મહામારી (Coronavirus)ના કારણે દેશ 50 દિવસથી લોકડાઉનમાં છે. આ લોકડાઉને (Lockdown) અર્થવ્યવસ્થા પર મોટી અસર કરી છે. અને બીજા શબ્દોમાં કહીએ તો અર્થવ્યવસ્થાની કમર તોડી નાખી છે. કામ બંધ થઇ જવાથી અનેક શ્રમિકોએ નોકરી ગુમાવી છે. એક સર્વે મુજબ લોકડાઉનથી 67 ટકા લોકોની નોકરી જતી રહી ચે. અને આ ભારતની વસ્તીનો બે તૃયાંશ ભાગ છે. સર્વે મુજબ શહેરી વિસ્તારમાં 10માંથી 8 શ્રમિકો અને ગ્રામીણ શ્રેત્રમાં 10 માંથી 6 મજૂર બેરોજગાર થઇ ગયા છે. ત્યાં જ સૌથી દુખની વાતએ છે કે લોકડાઉનના કારણે 74 ટકા લોકો જરૂરના હિસાબથી ઓછું ખાવા માટે મજબૂર છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અજીમ પ્રેમજી યુનિવર્સિટીના સેન્ટર ફોર સસ્ટેનેબલ એપ્લોયમેન્ટ (CSE)એન 10 નાગરિક સમાજ સંગઠનના સહયોગથી આ સર્વે કરાવ્યો છે. 13 એપ્રિલથી 9 મેની વચ્ચે 4000 લોકોને ફોન પર વાત કરીને આ સર્વે કરવામાં આવ્યો છે. આ હેઠળ આંધ્ર પ્રદેશ, બિહાર, દિલ્હી, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઓડિસા, રાજસ્થાન, તેલંગાના, યુપી, પશ્ચિમ બંગાળમાં રોજગારી અને સરકારી યોજનાઓની સ્થિતિ જાણવા માટે સર્વે કરવામાં આવ્યો છે. મંગળવારે આ રિપોર્ટને રજૂ કરવામાં આવ્યો હતો. આ સર્વેથી જાણી શકાય છે કે લગભગ 61 ટકા પરિવારો પાસે એટલા પૈસા નથી કે એક સપ્તાહનું કરીયાણું પણ ખરીદી શકે.

સેન્ટર ફોર સસ્ટેનેબલ એમ્પોલોયમેન્ (CSE)ના રિસર્ચ ફેલો ડૉ.રોજા અબ્રાહમે જણાવ્યું કે હાલથી સ્થિતિને જોતા એ જાણવું જરૂરી હતું કે આર્થિક રીતે નબળો વર્ગ કેવી મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહ્યો છે. લોકડાઉનમાં અમે નાગરિક સમાજ સંગઠનોની મદદથી આ સર્વે કર્યો છે. આ સર્વેમાં અમે ત્રણ પોઇન્ટ પર ફોકસ કર્યું – તેમનું કાર્ય, રોજગાર પ્રભાવ અને ઘર પર પ્રભાવ તથા સરકાર રાહત શું તેમના સુધી પહોંચી છે.

એક ઇન્ટરવ્યૂમાં ડૉ. અબ્રાહમે જણાવ્યું કે લોકડાઉનથી લોકોના સ્વાસ્થય પર પ્રભાવ થયો છે. કામ ઠપ્પ થઇ જવાના કારણે લોકો પાસે એટલા પૈસા નથી તે પોતાના ખાવા પીવાનો સામાન પણ ખરીદી શકે. લોકો ઇચ્છા હોવા છતાં ઓછું ખાવા મજબૂર છે. જેનાથી આગળ જતા કુપોષણની સમસ્યા થઇ શકે છે. અને નાની યુવતીઓ આનાથી સૌથી વધુ પ્રભાવિત થશે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે સમગ્ર અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર રાતે 20 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ આપવાની વાત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો