પાકિસ્તાન ડિફેન્સે ટ્વીટ કરી જનતાને વિશ્વાસ અપાવ્યો, ‘સુઈ જાવ અમે જાગીએ છીએ’ ત્યાં તો વાયુસેના ઉડાવી ગઈ

ભારતે મંગળવાર 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં ઘુસીને વધુ એક Surgical Strikeને અંજામ આપ્યો છે. Pulwama Terror Attack બાદ દેશભરમાં પાકિસ્તાનને પાઠ ભણાવવાની માંગ થઈ રહી હતી અને વાયુસેનાએ તે કરી બતાવ્યું જેની પાકિસ્તાનને કલ્પના પણ નહીં હોય. પાકિસ્તાનની નિશ્વિંતતોનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે પાકિસ્તાન ડિફેન્સે સોમવારે રાતે એક ટ્વીટ કર્યું, જેમાં લખ્યું હતું- “Sleep tight because PAF is awake.” એટલે કે તમે આરામથી સુઈ જાઓ અમે જાગીએ છીએ

ટ્વીટ સોમવાર રાત્રે 12 વાગીને છ મિનિટે કર્યુ હતું.હઆ ટ્વીટમાં લડાકુ વિમાનનો એક ફોટો પણ આપવામાં આવ્યો છે. ત્યાર બાદ મંગળવાર સવારે લગભગ સાડા ત્રણ વાગે ભારતીય વાયુસેનાના 12 મિરાજ 2000 વિમાનોએ પાકિસ્તાનમાં ઘુસીને Air Strikes કર્યું. આ વિમાનોએ ગુલામ કાશ્મીરમાં આતંકી ઠેકાણાઓને નિશાનો બનાવ્યો અને ખેબર પખ્તુનખ્વી પ્રાંતના બાલાકોટ સુધી જઈ પહોંચ્યા અને ત્યાં જૈશના આતંકી કેન્દ્રનું નામો નિશાન ન રાખ્યું.

સવાર જ્યારે લોકોની આંખ ખુલી તો ભારતની તરફથી Surgical Strike2ની ખબર સાંભળવા મળી. ભારતની આ કાર્યવાહીનો ખુલાસો પણ પાકિસ્તાની સેનાએ જ કર્યો. ત્યાર બાદ Surgical Strike2ની ખબર જંગલની આગની જેમ ફેલાઈ ગઈ. આ વાતની પુષ્ટિ ભારતમાં પણ કેન્દ્ર સરકારે કરી દીધી અને સીમાપર 200-300 આતંકવાદીઓ મરી ગયા હોવાની ખબરો આવવા લાગી.

આ તરફ લોકોને પાકિસ્તાન ડિફેન્સનું પેલું ટ્વીટ પણ યાદ આવ્યું અને તમામ લોકોએ આ ટ્વીટ પર મજા લેવાનું શરૂ કરી લીધુ. જોકે આ પાકિસ્તાન ડિફેન્સનું વેરિફાઈડ ટ્વીટ હેન્ડલ નથી માટે કહીં ન શકાય કે આ પાકિસ્તાન ડિફેન્સનું ટ્વીટ છે. તેમ છતા ટ્વીટર પર લોકો પાકિસ્તાનને લઈને ખુબ મજા લઈ રહ્યા છે. તમે પણ જુઓ

ધ સ્કિન ડોક્ટર નામના એક યુઝરે આ ટ્વીટ પર કમેન્ટ કર્યું- આ ટ્વીટની 5 મિનિટ બાદ જ પીએએફ વાળા પોતાના ટ્વિટર એકાઉન્ટ બંધ કરીને સુઈ ગયા. આ ટ્વીટ પર રિપ્લાઈ આપતા સુશાંત બોરકરે લખ્યું- મોદીજીના વિદેશ પ્રવાસ પર પ્રશ્ન ઉઠાવવા વાળા સેકુલરો! પરિણામ જોઈ લો, કોઈ દેશે આ હુમલા પર પ્રશ્ન નથી ઉઠાવ્યો.

ઈશાન ભારદ્વાજના ટ્વીટને જોઈને તમે હસવું નહીં રોકી શકો.

આવા જ અમુક દેસી ગુનરના ટ્વીટ જોઈને તમે પોતાના બાળપણના દિવસો યાદ કરી શકો છો. આમાં એક બાળક કાગળનું વિમાન લઈને જોવા મળી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર છવાઇ ભારતીય વાયુસેનાની સ્ટ્રાઇક, પાકિસ્તાની એરફોર્સની ઉડી જબરદસ્ત ખિલ્લી
પાકિસ્તાન સમર્થિત આતંકી ઠેકાણાઓ પર થયેલા ભારતીય એરફોર્સના હુમલા બાદ સોશિયલ મીડિયા પર તેની સાથે સંબંધિત હેશટેગનું જાણે કે પુર આવી ગયું છે. ટ્વિટર પર #Surgicalstrike2, #indianairforce, #Balakot, #IndiaStrikesBack, Josh, Jaish, #airstrike, High Sir અને Mirage 2000 જેવા ટ્રેન્ડ્સ ભારતીય એરફોર્સના હુમલા સાથે સંબંધિત છે. આ વચ્ચે પાકિસ્તાનને સખત ટ્રોલ કરવામાં આવી રહ્યું છે જેને સંબંધિત કેટલાંક ટ્વિટ્સ અમે તમને બતાવી રહ્યાં છીએ.

આ ટ્વીટમાં યુઝર પાકિસ્તાની વાયુસેનાની તૈયારીની મજાક ઉડાવી રહ્યો છે. તેણે લખ્યું કે પાકિસ્તાની એરફોર્સ જવાબી કાર્યવાહી માટે તૈયાર થઇ રહી છે.

તેવામાં અન્ય એક ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે પાકિસ્તાન ફરી એકવાર કંઇ સમજ્યા વિના જ રન આઉટ તઇ ગયું. ક્રિકેટ પ્રેમી આ ટ્વિટને સમજી ગયાં હશે.

જણાવી દઇ કે પુલવામામાં આત્મઘાતી હુમલામાં પોતાનો જીવ ગુમાવનાર આતંકી આદીલ અહમદ ડારે હુમલા પહેલાં એક વીડિયો બનાવીને કહ્યું હતું કે આ હુમલા બાદ તે જન્નતમાં જશે જ્યાં તેની મુલાકાત અપ્સરાઓ સાથે થશે. યુવા આતંકીઓને આત્મઘાતી હુમલા માટે આવી વાતોથી ફોસલાવ્યો હતો. તેની જ મજાક બનાવતા આ ટ્વીટ કરવામાં આવી હતી.

પાકિસ્તાને પોતાના તરફથી એક ટ્વીટ કર્યુ હતું કે તેની વાયુસેના એટલી સતર્ક છે કે દેશના લોકોને ડરવાની જરૂર નથી અને તેમણે આરામથી સૂઇ જવું જોઇએ. તેની જ મજાક ઉડાવતાં આ ટ્વિટ કરવામાં આવી છે કે બસ સૂતા રહી ગયાં.

તેવામાં પાકિસ્તાની એરફોર્સે ભારતીય એરફોર્સના હુમલાની ખબર ન પડવા દેવાની પણ મજાક બનાવવામાં આવી છે. ટ્વીટમાં લખવામાં આવ્યું કે ભારતીય એરફોર્સના પેલોડ હુમલાનો જવાબ આપવાની તૈયારીમાં પાકિસ્તાની એરફોર્સ.

જણાવી દઇએ કે ભારતીય વાયુસેનાએ મંગળવારે સવારે એલઓસી પર પીઓકેમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને તબાહ કરી પુલવામામાં તબદીલ કરી નાંખ્યું છે. ભારતીય વાયુસેનાએ સવારે 3.30 વાગ્યે એલઓસી પાર સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને તબાહ કરી દીધા છે. ભારતના 12 મિરાજ-2000 વિમાનોએ પાકિસ્તાનમાં ઘુસીને આતંકી સંગઠન જૈશના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇકને અંજામ આપ્યો.

મિત્રો પાકિસ્તાન બાબતે તમારો શું મંતવ્ય છે એ નીચે કમેન્ટમાં ચોક્કસ જણાવજો..

જય હિન્દ..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો