તમિલનાડુની વેટરનરી એનિમલ સાયન્સ યુનિવર્સિટીમાં 140 રૂપિયાના ખર્ચે 5 કલાક સર્જરી કરીને ગાયના પેટમાંથી 52 કિલો પ્લાસ્ટિક કાઢ્યું

તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં આવેલ વેટરનરી એનિમલ સાયન્સ યુનિવર્સિટીમાં એક ગાયની સર્જરી કરવામાં આવી છે. સર્જરી કરીને ગાયના પેટમાંથી 52 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક કાઢવામાં આવ્યું છે. સર્જન એ. વેલાવન મુજબ, ગાયના પેટમાં એટલું બધું પ્લાસ્ટિક હતું કે તેને કારણે ગાયને દુખાવો થતો હતો. તેના દૂધની માત્રા પણ ઘટી ગઈ હતી.

આ સર્જરી સવારે 11 વાગ્યે શરૂ થઇ હતી અને સાંજે સાડા 4 વાગ્યા સુધી ચાલી હતી. તેમાં યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએશનના સ્ટુડન્ટ્સએ પણ યોગદાન આપ્યું હતું. ડોક્ટર્સનો દાવો છે કે સર્જરીમાં માત્ર 140 રૂપિયાનો જ ખર્ચ થયો છે. જો આ જ સર્જરી કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં થઇ હોત તો અંદાજે 35 હજાર રૂપિયા જેટલો ખર્ચ થયો હોત.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close