બ્લોક થયેલી ધમનીઓને ખોલવા માટે સર્જરી જરૂરી નથી, દવાઓથી પણ તેની સારવાર કરી શકાય છે: રિસર્ચ

બાયપાસ સર્જરી અને સ્ટેંટને લઈને અમેરિકામાં એક રિસર્ચ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો છે. રિસર્ચમાં જોવા મળ્યું કે, દર્દીઓની સારવાર દવાઓથી થઈ છે તેમને બાયપાસ સર્જરી કરાવનારા અથવા સ્ટેન્ટ મૂકાવ્યું હોય તેવા લોકોની સરખામણીએ વધુ હાર્ટ એટેક નથી આવતો. આ જ સ્થિતિ મૃત્યુની સંખ્યાની બાબતમાં પણ છે. આ તારણો તે દર્દીઓ સાથે સંબંધિત છે જેમણી ધમનીઓમાં વધારે બ્લોક હતી. સ્ટેટિંગ અને બાયપાસથી એન્જાઈના કારણે છાતીમાં દુખાવાથી પીડિત કેટલાક દર્દીઓને ફાયદો થયો છે.

શનિવારે ‘અમેરિકન હાર્ટ એસોસિયેશન’ની વાર્ષિક બેઠકમાં આ રિસર્ચની માહિતી આપવામાં આવી હતી. હ્યુસ્ટનમાં બેલર મેડિકલ કોલેજમાં કાર્ડિયાક કેયર સેન્ટરના ડાયરેક્ટર ડો. ગ્લેન લેવાઈનના જણાવ્યા પ્રમાણે, આ બહુ મહત્ત્વપૂર્ણ પરીક્ષણ છે. અમેરિકન હાર્ટ એસોસિયેશનની તપાસની ગાઈડલાઈડનમાં રિસર્ચના પરિણામોને સામેલ કરવામાં આવ્યા, આ રિસર્ચ તે રિસર્ચથી અલગ છે જે લોકો એવું માને છે કે સ્ટેંટ અને બાયપાસનો વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સર્જરી અને દવાઓનું આટલું અંતર

ઈસ્કીમિયા નામનું નવું રિસર્ચ બહું મોટું છે. તેનું સ્વરૂપ પણ વ્યાપક છે. તેનો હેતુ સ્ટેંટ અને બાયપાસના ફાયદા પર ઉઠાવવામાં આવેલ પ્રશ્નોનું સમાધાન લાવવાનું છે. આ રિસર્ચમાં 5,179 લોકો પર સાડા ત્રણ વર્ષ સુધી દેખરેખ રાખવામાં આવી હતી. તમામ દર્દીઓની હૃદયની ધમનીઓ ગંભીર અને હળવી બ્લોક થયેલી હતી. જે લોકોએ સ્ટેંટ અથવા બાપાયપાસ સર્જરી કરાવી હતી તેમની વચ્ચે 145 લોકોનું મૃત્યું થયું હતું. તેમની સરખામણીએ માત્ર દવાઓ લેતા દર્દીઓમાં 144 લોકોના મૃત્યું થયા હતા. સ્ટેંટ અને બાયપાસ જૂથના લોકોમાં હાર્ટ અટેકની સંખ્યા 276 થઈ ગઈ હતી, જ્યારે દવાઓ઼ લેતા લોકોનોની વચ્ચે આ આંકડો 314 હતો.

દવાઓથી સંપૂર્ણ ધમનીઓ સ્વચ્છ રાખી શકાય છે

સંશોધકોએ જોયું કે, કોઈ પણ દર્દીની સંકુચિત ધમની કોઈ એક જગ્યા પર બ્લોક નહીં થાય. સંપૂર્ણ ધમનીઓ બ્લોક રહેશે. તેમાંથી બ્લોક હોવાને કારણે હાર્ટ અટેક આવ્યો હોય તે કહીં ન શકાય. સ્ટેંટ અને બાયપાસથી માત્ર તેની જ સારવાર થાય છે જે ધમની સંકુચિત થઈ ગઈ છે, પરંતુ દવાઓથી ધમનીઓની સારવાર કરી શકાય છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કાર્ડિયોલોજીના ડિરેક્ટર ડો. ડેવિડ મેરોનના જણાવ્યા પ્રમાણે, જ્યારે કોઈ ડોક્ટર કોઈ ધમની બ્લોક હોય તેવું લાગે છે ત્યારે તેનાથી જલ્દી રાહત મેળવવા માટે સ્ટેંટિગ અને સર્જરીનો નિર્ણય લેવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો