પ્રાણીઓનો પ્રેમ તો જુઓ: બાયડમાં 17 વર્ષથી કપિરાજોને બિસ્કીટ ખવડાવનારા સુરેશભાઈનું મોત થતાં કપિરાજો 7 કિલોમીટર દૂરથી તેમના ઘરે પહોંચી ગયા

બાયડમાં કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિ 17 વર્ષથી કપિરાજોને બાયડથી 7 કિમી દૂર ભૂખેલા મંદિરમાં જઇ બિસ્કીટ આપતા હતા. તે વ્યક્તિનું મોત થતાં 7 કિમી અંતર કાપી કપિરાજો મૃતકના ઘરે પહોંચી જતાં સૌ કોઈ અચંબામાં મૂકાઈ ગયા હતા.

દર શનિવારે બિસ્કીટ ખવડાવતા હતા

બાયડના વેપારી આગેવાન સુરેશભાઈ દરજીનું કોરોનાથી અવસાન થતાં વેપારીઓમાં શોક છવાયો હતો. બીજી તરફ છેલ્લા 17 વર્ષથી સુરેશભાઈ દરજી બાયડથી 7 કિમી દૂર આવેલ ભુખેલ હનુમાન મંદિરે કપિરાજો માટે દર શનિવારે બિસ્કીટ ખવડાવવા જતા હતા. સુરેશભાઈ દરજીના પુત્ર સચિનભાઈ દરજીનાં લગ્ન થોડા વર્ષો અગાઉ શનિવારના દિવસે હોવા છતાં પણ પુત્રના લગ્નમાં મોડા જઈ પહેલા કપિરાજો માટે બિસ્કીટ ખવડાવવા ગયા હતા.

કપિરાજોએ કોઈને હેરાન નહોતા કર્યા

કપિરાજ તથા સુરેશભાઈ દરજીનો પ્રેમ એટલી હદે વધ્યો કે સુરેશભાઈનું અવસાન થતા શનિવારે તેમને ન જોતાં કપિરાજોનું ટોળું સાત કિમી અંતર કાપી તેમના ઘર આગળ આવી બેસી ગયું હતું. સોમવારે વહેલી સવારથી જ કપિરાજોનું ટોળું આવતાં સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા હતા. સુરેશભાઈ દરજીના પુત્ર સચિન ભાઈએ જણાવ્યું કે કપિરાજો મારા ઘર આગળ આવી બેસ્યા બાદ કોઈને પણ હેરાન કર્યા ન હતા તેઓ ઘર છોડી જતા પણ નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો