સુરેન્દ્રનગરમાં ખ્યાતનામ વેપારીના ઘરેથી મળ્યો દારૂનો મોટો જથ્થો, કેમ શરૂ કર્યો દારૂનો ધંધો? કર્યો ખુલાસો

રાજ્યમાં દારૂ બંધી હોવા છતા રોજે-રોજ દારૂની ઘુસણખોરીના સમાચાર સામે આવી રહ્યા છે. બુટલેગરો રોજે-રોજ નવો પેતરો અજમાવી રાજ્યમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય છે, બીજી બાજુ પોલીસ પણ પોતાના બાતમીદારોની મદદથી બુટલેગરોના ઈરાદા પર પાણી ફેરવી દે છે. ત્યારે આજે પોલીસે સુરેન્દ્રનગરમાં એક વેપારીના ઘરે રેડ કરી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરમાં એક ખ્યાતનામ વેપારી પોતાના વેપારની આડમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી ધંધો કરતા હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે વેપારીની દુકાન અને ઘરે અચાનક દરોડો પાડ્યો હતો, જેમાં પોલીસને વિદેશી દારૂનો જથ્થો શોધવામાં સફળતા મળી અને વેપારીના ઈરાદા પર પાણી ફેરવી દીધુ હતું.

મહત્વની વાત એ છે કે, જે વેપારીના ઘરેથી દારૂનો જથ્થો મળી આવ્યો છે, તે શહેરમાં જાણીતા વેપારી છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, શહેરમાં જીગજીવન જીવજાગ નામનો શો રૂમ ધરાવે છે. આ શોરૂમ હોમ એપ્લાઈસ આઈટમો માટે જાણી તો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ડીવાયએસપી ડિવિજન ટીમને બાતમી મળી હતી કે, એક જાણીતા શોરૂમના માલિક નરેન્દ્રભાઈ જીગજીવન પોતાના ધંધાની આડમાં વિદેશી દારીનો પણ ધંધો કરે છે. ધંધામાં લોકડાઉન નડતા ધંધા પર મોટી અસર પડી હતી, જેથી તેઓ સેલવાસથી દારૂનો જથ્થો મંગાવી અહીં વેપાર કરતા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, ચોકકસ બાતમી હકીકત મળવેલ કે, નરેન્દ્રભાઇ જગજીવનદાસ દરજી જગજીવન જીગ-જાગ શોરૂમ વાળા પોતાના રહેણાંક મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવેલા છે અને પોતે તથા પોતાનો દીકરો સાહીલ બંન્ને લોકો પ્લાસ્ટીકની કલરની ડોલોમાં રાખી વેચે છે. પોલીસે રેઇડ કરતા ગેરકાયદેસર પાસ પરમીટ વગરની અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૯૫ કી. રૂા. ૪૭,૫૦૦ તથા અલગ-અલગ બ્રાન્ડની બીયરના ટીન નંગ-૧૩૪ કિંમત રૂ.૧૩,૪૦૦/- તથા રેઇડ દરમ્યાન પકડાયેલ આરોપીનાઓના કબ્જજામાાંથી મોબાઇલ નંગ-૩ કિંમત. રૂ.૨૦,૦૦૦/-મળી કુલ કી.રૂ.૮૦,૯૦૦/- ના મુદામાલ કબજે લેવામાં આવ્યો છે. અને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન મુજબ સુ.સીટી.બી.ડીવી.પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો