સાયલામાં નેશનલ હાઇવે ઉપર હોટલમાં એક શખ્સ દ્વારા ફાયરિંગ, ઘટનાનો વિડિયો વાયરલ થયો

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના સાયલામાં (Sayala) નેશનલ હાઇવે પર હોટલમાં ફાયરિંગની (Firing) ઘટનાનો વીડિયો (Viral video) હાલમાં વાયરલ થઈ રહ્યો છે. અહીંયા નેશનલ હાઇવે પર આવેલી શ્રીજી હોટલમાં (Hotel Shreeji) એક શખ્સ આવ્યો હતો અને અચાનક તેણે ફાયરિંગ કરી દીધું હતું. જોકે, આ ઘટનાને 48થી વધુ કલાકનો સમય વીતી ગયો હોવાની શક્યતા છે. દરમિયાનમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

બનાવની વિગતો એવી છે કે સાયલામાં નેશનલ હાઇવે પર 10મી માર્ચની ઘટના છે. આ શખ્સ વીડિયોમાં જોવા મળે છે તે મુજબ હોટલમાં પ્રવેશ મેળવે છે અને ત્યારબાદ બંદૂક બતાવી અને પ્રવેશ મેળવે છે અને ત્યારબાદ હવામાં ફાયરિંગ કરી દે છે. આ બનાવ અંગે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ કેસ દાખલ કરવામાં આવ્યો હોવાની માહિતી નથી.

પોલીસ દ્વારા આ અંગે નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ઝાલાવાડ પંથકમાં હથિયાર સંબંધી ઘટનાઓ સામાન્ય છે. અહીંયા લોકો પાસે ખાનગી હથિયારોની સંખ્યા ખૂબ છે. સામાન્ય રીતે હથિયાર વધારે હોવાથી આ પ્રકારની ઘટનાઓ છાશવાર બનતી રહે છે.

દરમિયાન આ વીડિયોએ ભારે ચકચાર જગાવી છે, જોકે, આ ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત થયું હોવાના અહેવાલ નથી પરંતુ કાયદેસર હથિયારોથી પણ આ પ્રકારે ફાયરિંગ કરવું ગુનો બનતો હોય છે ત્યારે ખાનગી હથિયારોના પ્રકારના દુરઉપયોગના કારણે જિલ્લામાં વીડિયો ખૂબ વાયરલ થયો છે. પોલીસ આ મામલે કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું જ રહ્યું.

દરમિયાન આ ઘટનાને 48 કલાક વીતી ગયા હોવા છતાં અને વીડિયો વાયરલ થયો હોવા છતાં પોલીસે વ્યક્તિને શોધવાની જ તસ્દી નથી લીધી પરંતુ સુરેન્દ્રનગરની આ ઘટનામાં ફાયરિંગ કરનાર શખ્સનું આ હથિયાર લાયસન્સવાળું છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે. જોકે, હવે સમગ્ર મદાર પોલીસની કાર્યવાહી પર છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો