સુરેન્દ્રનગરમાં માથાભારે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે એસિડ પીધું, વગદાર નરસી પટેલ સહિત 14 સામે ફરિયાદ

વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. વ્યાજખોરોના ત્રાસના કારણે લોકો આત્મહત્યા (suicide) કરી પોતાનું જીવન ટૂંકાવતા હોય છે. આવા અનેક કિસ્સાઓ સમાજમાં બનતા રહે છે ત્યારે સુરેન્દ્રનગરમાં (surendranagar) માથાભારે વ્યાજખોરોના કારણે યુવકે એસિડ (drink acid) ગટગટાવીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, યુવકની હાલત ગંભીર હોવાથી સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad civil hospital) ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે વઢવાણ વિસ્તારમાં નાણાંધીરનાર 14 ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધી છે.

મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારમાં વ્યાજે ઉછીનાં નાણાં લીધા બાદ વ્યાજની રકમ બાબતે માનસિક ત્રાસ આપતા આખરે કંટાળીને એસિડ પી ગયાનો મામલો સામે આવ્યો છે. આ મામલે બી ડિવિઝન પોલીસ મથકે 14 ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. વ્યાજખોર નસીર પટેલનું નામ પણ સામે આવી રહ્યું છે. આ ઉપરાંત ફરિયાદ કરાયેલા વ્યાજખોરોમાં મોટાભાગના વઢવાણના રાજપુતોનો સમાવેશ થાય છે.

આ બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી વિગત મુજબ લાયસન્સ વગર ઊંચા વ્યાજે નાણાંનુ ધિરાણ કરી બળજબરીથી વ્યાજની તથા પૈસાની કડક ઉઘરાણી કરી વ્યાજની મોટી રકમ કઢાવી લઇ તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સાથે સાથે વારંવાર ઉઘરાણી બાબતે અસહ્ય ત્રાસ આપતા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આથી ઇસમોના ત્રાસથી કંટાળી જઈને વઢવાણ મુળચંદ રોડ ઉપર આવેલ બજરંગ સોસાયટીમાં રહેતા ફરિયાદી હિતેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ જાડેજાએ એસિડ પી ગયા હતા.

આથી આ બાબતની બી ડિવિઝન પોલીસ મથકે 14 ઈસમો સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. જ્યારે આ બનાવમાં ફરિયાદીને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયાનું જાણવા મળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો