સૌરાષ્ટ્રમાં માવા માટે થયા ભડાકા! સાયલામાં માવો આપવાનો ઇન્કાર કરતા ધડાધડા પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું.

લૉકડાઉન (Lockdown)ને પગલે પાન-મસાલા (Pan-Masala), ગુટખા (Gutkha), સિગારેટ અને બીડી સહિતની વસ્તુઓનું વેચાણ કરવું પ્રતિબંધિત છે. લૉકડાઉન 3.0 આગામી 17મી મેના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. આ દરમિયાન રાજ્યમાં પાન-મસાલા અને માવા માટે મારામારી અને હત્યાના બનાવો પણ સામે આવી રહ્યા છે. સોમવારે જ રાજકોટ (Rajkot)માં એક વૃદ્ધે બીડી ન મળતા આપઘાત કરી લીધો હતો. કચ્છમાં માવા માટે હત્યાનો બનાવ બન્યો હતો. હવે સુરેન્દ્રનગર (Surendranagar)ના સાયલામાં માવા માટે પાંચ રાઉન્ડ ફાયરિંગ (Firing) થયું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરેન્દ્રનગરમાં લૉકડાઉન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી હોય તેવા બનાવો બનતા રહે છે. લીંબડી ડિવિઝનમાં ચોરી, લૂંટફાટ, જૂથ અથડામણ અને ફાયરિંગના બનાવો બન્યા છે. ત્યારે સાયલાના ગરભડી ગામે માવા માટે પાંચ રાઉન્ડ ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ માવો ન આપતા પિત્તો ગુમાવ્યો હતો અને ધડાધડ ફાયરિંગ કર્યું હતું.

આ મામલે સાત લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ગામ ખાતે દોડી ગઈ હતી. ફાયરિંગની ઘટના બાદ પથ્થરમારો અને કુહાડી અને ધારીયાથી હુમલો પણ થયો હતો. આ દરમિયાન બે લોકો ઘાયલ થયાના સમાચાર છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો