સૌરાષ્ટ્રની યુવતીનું અદમ્ય સાહસ/ યુરોપના સૌથી ઉંચા શિખર માઉન્ટ એલ્બ્રુસને કર્યુ સર

કહેવાય છે અડગ મનના માનવીને હિલાલય પણ નડતો નથી. આ વાત ફરીવાર એક ગુજરાતી કન્યાએ સાબિત કરી દીધી છે. જૂનાગઢની યુવતીએ યુરોપના સૌથી ઊંચા એલ્બ્રુસ શિખરને પાર કરીને એ સાબિત કરી દીધું છે કે, સાહસ માટેની લગન હોય તો ઊંચામાં ઊચી સિદ્ધીના શિખરો સર કરી શકાય છે. તો કોણ છે એ ગુજરાતી યુવતી જેણે વિદેશમાં પણ કર્યું છે ભારતનું નામ રોશન જોઈએ આ અહેવાલમાં.

પોતાના માતા-પિતા વચ્ચે બેઠેલી આ યુવતી આમ તો ઘરની ચાર દીવાલ વચ્ચે બેસી રહેવા માટે નથી સર્જાઈ. પરંતુ તેની પાસે જેટલી ફુરસદની ક્ષણો છે તે ક્ષણો પોતાના માતા પિતા સાથે ખર્ચી રહી છે. પોતાના નિવાસ સ્થાને આજે દેખાતી જૂનાગઢની આ પુત્રી સુરભિને નાનપણથી જ ઘર કરતાં પહાડો પ્રત્યે વધારે લગાવ છે. આથી તે હંમેશા સાહસ દાખવવાની તક મળે તો કદીએ છોડતી નથી.

યુરોપના સૌથી ઉંચા માઉન્ટ એલ્બ્રુસને સુરભિએ કર્યું સર

તેનું આ સાહસ તેને છેક યુરોપના સૌથી ઊંચા માઉન્ટ એલ્બ્રુસને સર કરવા તરફ લઈ ગયું. ગત જુલાઈ માસમાં યુરોપના સૌથી ઉંચા માઉન્ટ એલ્બ્રુસને સુરભિએ સર કર્યું હતું. પર્વતારોહણ વખતે ખૂબ ખરાબ વાતાવરણ હોવાથી તેના કોચ અને સાથી મિત્રો 150 મીટર થી પરત ફર્યા હતા પણ તેણી હિમંત ના હારી. સુરભી અને તેના બાકી સાથી મિત્રોએ માઈનસ 25 થી 30 ડિગ્રી ઠંડી અને અતિ ઝડપે ફૂંકાતા પવન સામે ટક્કર ઝીલીને એલ્બ્રુસ શિખર સર કર્યું હતું. તેણે પોતાના અનુભવો આ રીતે શેર કર્યા હતા.

સુરભિએ એલ્બ્રુસ શિખર સર કર્યું તે ભારત અને જૂનાગઢ માટે ગૌરવશાળી ક્ષણ હતી. સુરભિને હવે સાતેય ખંડના સાત શિખરો સર કરવાની તમન્ના છે જેમાં એક કીલી પર્વતમાળામાં રહેલું જરો શિખર અને બીજું એલ્બ્રુસ સર કરી લીધું છે. એક સમયે તેણે એવરેસ્ટ પણ સર કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તબિયત બગડતાં તેણી પરત ફરી હતી.

આગામી ટૂંક સમયમાં જ તે એવરેસ્ટ સરકરવાની તેની ઈચ્છા છે. કેમ કે તેના પિતાએ સુરભિને વારસમાં જ પહાડો ઓળંગવાનું ઝનૂન આપ્યું છે. સુરભિ નાની હતી ત્યારથી તેના પિતા તેને ગિરનારનું આરોહણ કરાવતા હતા. જે આજે દુનિયાના મોટા શિખરો સર કરવા લાગી છે.

કહેવત છે કે, હિંમત હોય તો ગમે તેવડો પહાડ પણ રાઈના દાણા જેવડો લાગે છે સુરભિએ આ યુક્તિ જીવનમાં ઉતારી છે. આ તેનું જ કારણ છે ગુજરાતી કન્યા સુરભિ આજે પહાડો સર કરી વિદેશોંમાં પણ ભારત તેમજ ગુજરાતનું નામ રોશન કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો