સુરતની કંપની STPLએ 6 કલાક પાવર વગર ચાલી શકતું 8 કિલોનું વેન્ટીલેટર તૈયાર કર્યું, કિંમત માત્ર રૂ.50 હજાર

મેડિકલ ક્ષેત્રમાં ખુબ જ મદદરૂપ એવું વજનમાં માત્ર 8 કિલો વાળું વેન્ટીલેટર સુરતની એસટીપીએલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. સિવિલમાં નિરીક્ષણ માટે ગોઠવવામાં આવેલું એસટીપીએલ કંપનીનું વેન્ટીલેટર માત્ર રૂ.50,000ની કિંમતમાં તૈયાર થયેલું છે.

વેન્ટીલેટરમાં ઈન્ડિયન બેટરીઓ હોવાથી પાર્ટસની શોર્ટેજ નડશે નહીં

આ અંગે કંપનીના સીઈઓ રાહુલ ગાયવાલા સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું છે કે, સરળતાથી હેરફેર કરી શકાય અને ઓછા પાવરે પણ તે કામ કરી શકે તે મુદ્દાને ધ્યાને રાખીને આ વેન્ટીલેટર તૈયાર કરવામાં આવ્યું છે. તેઓ જણાવે છે કે, 230 વોલ્ટની બેટરી આ વેન્ટીલેટરમાં ફીટ કરવામાં આવ્યું છે. જો વિકટની સ્થિતિ સર્જાય તો આ વેન્ટીલેટર 6 કલાક વગર પાવરે ચાલી શકે તેમ છે. કોઈ ઈમરજન્સી દર્દીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવે ત્યારે તેવી સ્થિતિમાં આ વેન્ટીલેટર મદદરૂપ નીવડી શકે છે. આ વેન્ટીલેટરમાં ઈન્ડિયન બેટરીઓ હોવાથી પાર્ટસની શોર્ટેજ નડશે નહીં.

હાલ રોજના 5 વેન્ટીલેટર મશીન હાલ તૈયાર થઈ શકે છે

વધુ ઉમેરતાં કંપનીના સીઈઓ જણાવે છે કે, રોજના 5 વેન્ટીલેટર મશીન હાલ તૈયાર થઈ શકે છે પરંતુ સરકાર સાથે ચાલી રહેલી વાટાઘાટ બાદ પરવાનગી મળે તો કંપની રોજના 250 મશીનો બનાવી શકાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો