સુરતમાં કિન્નરોની દાદાગીરી: દીકરો જન્મતાં વ્યંડળોએ 21 હજાર માંગ્યા, 7 હજાર આપવા છતાં પિતાનું માથું દીવાલે અથડાવ્યું, હાલ ICUમાં

સુરત શહેરમાં કહેવાતા કિન્નરોની દાદાગીરી દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. ગોડાદરામાં બે દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયા બાદ દાપું ઉઘરાવવા માટે આવેલા કિન્નરોએ દાપું ઓછું આપતા ઉશ્કેરાઇ ગયેલા બે કિન્નરોએ યુવકને માર મારી તેનું માથું દિવાલ સાથે અથડાવી દીધુ હતું. કિન્નરોએ કરેલા હુમલા બાદ યુવક બેભાન થઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેની હાલત હાલ નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું હતું. બનાવને પગલે પુત્ર જન્મની ખુશીઓ મનાવી રહેલો પરિવાર હાલ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. ગોડાદરા માનસરોવર સોસાયટી ખાતે રહેતા ગેહરીલાલ કસ્તુરી ખટીક(32)ગીતાંજલી પેટ્રોલ પંપ પાસે પાનનો ગલ્લો ચલાવે છે.

કિન્નરોએ અર્ધનગ્ન થઈ તમાશો કર્યો

તેમને સંતાનમાં બે પુત્રીઓ હતી અને ચાર દિવસ પહેલા તા.31મીએ તેમના ઘરે પુત્રનો જન્મ થયો હતો. પરિવારમાં પુત્રના જન્મની ખુશીનો માહોલ હતો. ગેહરીલાલને ત્યાં પુત્રનો જન્મ થયો હોવાની જાણ કેટલાક કહેવાતા કિન્નરોને થતા મંગળવારે સવારે એક રિક્ષામાં બે કથિત કિન્નર તેમના ઘરે પહોંચી ગયા હતા અને રૂ.21 હજાર દાપું માગ્યું હતું. બાદમાં આખરે પિતાએ લોકો પાસે ઉછીના લઈને બન્ને કિન્નરોને રૂ.7 હજાર આપ્યા હતા. જોકે રૂપિયા લીધા બાદ પણ કિન્નરોએ બેફામ વાણી વિલાસ કર્યો હતો અને અર્ધ નગ્ન પણ થયા હતા અને તમાશો કર્યો હતો. માત્ર એટલું જ નહીં ગેહરીલાલને માર માર્યા બાદ તેમનું માથું દિવાલ સાથે અફડાવી દીધું હતું. માથું દિવાલ સાથે અથડાતાં ગેહરીલાલને માથામાં ગંભીર ઈજા થતા તેઓ બેભાન થઈ ઢળી પડ્યા હતા. જેથી કિન્નરો ત્યાંથી પલાયન થઈ ગયા હતા. ગેહરીલાલના પત્ની મંશાબેને લિંબાયત પોલીસમાં ત્રણ કિન્નરો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે હત્યાની કોશીશનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મગજની નસ ફાટી જતાં યુવકની હાલત નાજુક

બેભાન થયેલા ગેહરીલાલને તાત્કાલિક સારવાર માટે સ્મીમેરમાં ખસેડાયા હતા. જ્યાં તેમના મગજની નસ ફાટી જતા આઇસીયુમાં દાખલ કરાયા છે. ગેહરીલાલની હાલત હાલ નાજુક હોવાનું તબીબોએ પરિવારને જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close