સુરતી સ્પિરીટ: સુરતમાં લોકોની જાગૃતિથી એમ્બ્યુલન્સે 8 મિનિટનો રસ્તો 74 જ સેકંડમાં કાપ્યો

હાલ શહેરમાં દિવાળીનો માહોલ જામી ગયો છે. ખાસ કરીને રાજમાર્ગ પર ભાગળ, ચૌટાપુલ જેવા વિસ્તારોમાં તો ‘પડે તેનો કટકો’ જેવી ભીડ જોવા મળી રહી છે. ઉપરથી રવિવાર હોવાથી આખા માર્ગ પર એક ઈંચની પણ જગ્યા શોધવી પડે તેવી સ્થિતિ સર્જાય છે. આવા સંજોગમાં કોઈ એમ્બ્યુન્સે પસાર થવું પડે તો શું સ્થિતિ થાય? અલબત્ત, સુરતીઓ આ મામલે ઘણા જાગૃત થઈ ગયા છે, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ રવિવારે કેમેરામાં કંડરાયું હતું.

ચૌટાપુલ તરફથી એક એમ્બ્યુલન્સ ફુલ સાઇરન વગાડતી આવી રહી હતી. લોકોનું ધ્યાન જતાં માત્ર 74 સેકંડમાં જ આ એમ્બ્યુલન્સને પસાર થવા માટે રસ્તો ખુલ્લો મળી ગયો અને 4.53.48 સેકંડ સુધીમાં તો એમ્બ્યુલન્સ સડસડાટ પસાર થઈ ગઈ. આ 130 મીટરનું અંતર કાપતાં હાલ એક બાઇકને સરેરાશ 5 મિનિટ તથા ફોર વ્હીલને 8 મિનિટ જેટલો સમય લાગે છે. આને કહેવાય સુરતી સ્પિરીટ. સલામ સુરત.

મસ્કતીથી ચોક જવાનો કોલ હતો

રાજમાર્ગના ગીચ ટ્રાફિક વચ્ચે સાઇરનનો અવાજ સાંભળી સેંકડો વાહનચાલાકોએ રસ્તો ખુલ્લો કરી આપ્યો હતો. જેથી દોઢ જ મિનિટમાં અમે પસાર થઇ શક્યાં.’ પ્રદીપભાઇ, 108 એમ્બ્યુલન્સ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close