અવનવો વિરોધ: દંડ નહીં ભરવા માટે યુવકે મંદીને ગણાવી જવાબદાર, પોતાના વાહનની હેડલાઇટ પર લગાવ્યું સ્ટીકર

રાજ્યમાં નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ હવે 16 ઓક્ટોબરથી થવા જઇ રહ્યો છે. ત્યારે એક્ટમાં કરવામાં આવેલ દંડની જોગવાઇને લઇને વાહન ચાલકોમાં એક ડરની લાગણી પ્રવર્તી રહી છે. કારણ કે પહેલા જે 100 રુપિયાનો દંડ ભરીને ચાલકો પોતાના વાહનને મુક્ત કરાવી શકતા હતા તેના માટે આગામી સમયમાં 1000 રૂપિયા દંડ ચૂકવવાનો વારો આવશે.

વાહન ચાલકોની લાંબી કતાર

જો કે, આ કાયદાના અમલીકરણ પહેલા હેલમેટની દુકાનની બહાર, RTOની બહાર અને PUC સેન્ટરોની બહાર વાહન ચાલકોની લાંબી કતાર જોવા મળી રહી છે. ત્યારે ડાયમંડ નગરી તરીકે ઓળખાતા સુરત શહેરમાં એક ગજબનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના એક યુવકે દંડ નહીં ભરવાને લઇને દેશમાં પ્રવર્તી રહેલી મંદીને જવાબદાર ગણાવી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ

નોંધનીય છે કે, આ યુવકે પોતાના વાહનની હેડલાઇટ પર એક લખાણ ચીપકાવી દીધું છે અને તેમાં તેણે લખ્યું છે કે, આર્થિક મંદીના કારણે ટ્રાફીકનો દંડ ભરી શકું એમ નથી. તેનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સુરતમાં મહિલાઓ તપેલી પહેરીને નીકળી

આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમનો પાળવા માટે અલગ અલગ કિમીયા અજમાવી રહ્યાં છે. તેમાં સુરતમાં વરાછા રોડ ખાતે મહીલાઓ તપેલી પહેરીને નીકળી હતી. તેમજ તપેલી પહેરીને સ્કૂટર ચલાવતી મહિલાનો વીડિયો વાયરલ થયો હતો.

રાજકોટના યુવકે હેલમેટની જગ્યાએ પહેર્યું તપેલું

તો આ તરફ રાજકોટમાં મેમોના ડરથી લોકો નિયમનું પાલન કરતા જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં એક યુવકે હેલ્મેટની જગ્યાએ તપેલુ પહેર્યું હતું. હેલ્મેટની કડક અમલવારી વચ્ચે યુવકે અવનવો પ્રયોગ કર્યો છે. માથા પર તપેલી પહેરીને નિકળેલા બાઈક ચાલકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો