લૉકડાઉનમાં પણ વ્યાજખોરો બન્યા બેફામ, વ્યાજખોરોની ધમકી અને ભયને કારણે સુરતનાં યુવાને કર્યો આપઘાત

કોરોના વાયરસને કારણે એક બાજુ લૉકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે નાના મોટા ધંધા પડી ભાંગ્યા છે. જે લોકોએ ધંધા વેપાર માટે વ્યાજે રૂપિયા લીધા હતા તેમની હાલત કફોડી થઇ ગઇ છે. આવા સમયમાં પણ વ્યાજખોરો તગડી ઉઘરાણી કરવાનું છોડતા નથી. આવો જ એક કેસ નોંધાયો છે. શહેરમાં વ્યાજખોરોની ધમકી અને ભયને કારણે એક યુવાને આપઘાત કરી લીધો છે. તેણે મરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરતના પુના વિસ્તારમાં આવેલા વિક્રમ નગર ખાતે રહેતા અરવિદ કવાડે પહેલા રત્નકલાકર તરીકે કામ કરીને પરિવારને ચલાવતો હતો. જોકે, દૂધના વેપારમાં કામાણી દેખાવવાને કારણે તેણે રૂપિયા વ્યાજે લઈને દૂધનો વેપાર શરુ કર્યો હતો. જોકે, આ વેપાર શરુ કરતાની સાથે લૉકડાઉન આવતા તેના તમામ રૂપિયા ગયા હતા. જોકે તાજેતરમાં લગન થયા હોવાથી પત્ની વતનમાં હતી અને ભાઇઓ પણ પોતાની મોટર સાઇકલ લઇને વતન જતા રહ્યા હતા. આ સમયે અરવીંદે જે લોકો પાસેથી રૂપિયા વ્યાજે લીધી હતા તેમની ઉઘરાણી શરુ થઇ હતી. વ્યાજખોરો બે દિવસમાં રૂપિયા આપવા માટે દબાણ કરવા સાથે ધમકી આપતા હતા. જેને લઇને આ યુવાન ગભરાઈ ગયો હતો અને આવેશમાં આવીને પોતાના રૂમમાં ગળે ફાસો ખાઈને આપઘાત કરી લીધો લીધો હતો.

મરતા પહેલા લખેલી સુસાઇડ નોટ

અરવિંદે મરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેને વ્યાજખોર ઉઘરાણી કરતા હતા અને ધમકી પણ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. જોક એણે આ રૂપિયા મોજ શોખ માટે નહિ પણ વેપાર માટે લીધા હોવાનો ઉલ્લેખ કર્યો છે. લોકડાઉનને કારણે રૂપિયાની સગવડ નહિ થતા આ પગલુ ભરતો હોવાની વાત પણ કરી છે. જોકે, ઘટનાની જાણકારી મળતા પુના પોલીસ ઘટના સ્થળે પોંહચીને આ મામલે તપાસ શરુ કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી સુસાઇડ નોટ કબજે કરી વ્યાજખોરો સામે પણ ગુનો દાખલ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો