સુરતમાં માત્ર 7 દિવસની બાળકીના શરીરમાં એન્ટીબૉડી જોઇ ડૉક્ટરો ચોંક્યા, વિશ્વનો પ્રથમ કેસ હોવાનો તબીબોનો દાવો

સુરતમાં માત્ર 7 દિવસની બાળકીના શરીરમાં એન્ટીબૉડી જોઇને ડૉક્ટર ચોંકી ઉઠ્યા છે. વિદેશમાં જોવા મળતી બિમારી MIS-Cના કેટલાંક કેસ સુરતમાં જોવા મળી રહ્યા છે. પરંતુ સુરત શહેરમાં માત્ર 7 દિવસની બાળકીમાં આ કેસ જોવા મળ્યો છે. જે વિશ્વમાં પ્રથમ કેસ હોવાનો તબીબે દાવો કર્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરના ભંડેરી પરિવારમાં બાળકીના જન્મને લઈને આનંદ જોવા મળી રહ્યો હતો. પરંતુ અચાનક જ બાળકીને જન્મના 3 દિવસ બાદ તાવ આવતા તેને હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી. પાંચથી છ દિવસની સારવાર બાદ પણ બાળકીનો તાવ ન ઉતરતા આખરે ડૉક્ટરે બાળકીની માતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. પરંતુ બાળકીની માતાનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા ડૉક્ટરોએ ફરી બાળકીની સારવાર શરૂ કરી હતી.

છતાં પણ બાળકીની તબિયત વધુ લથડતી હતી, આખરે બાળકીના શરીરમાં કોઈપણ મુવમેન્ટ ન થતા કોરોના મહામારીમાં બાળકોને થતી MIS-Cની શંકા ડૉક્ટર્સને થઇ હતી. આ જ કારણ છે કે, તેઓએ માતા અને બાળકીનો એન્ટીબોડી ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં બંન્નેનો એન્ટિબોડી ટેસ્ટ પોઝિટિવ આવતા ડૉક્ટર પણ હેરાન થઈ ગયા હતા.

બાળકીની માતા જ્યારે ગર્ભવતી હતી ત્યારે માતા કોરોના પોઝિટિવ હતી તે અંગે કોઈને જાણ ન હતી અને કોરોના નેગેટિવ થયા બાદ માતાના બોડીમાં એન્ટીબોડી બનીને બાળકીના શરીરમાં પ્રવેશ્યા હતા. જેથી બાળકીમાં પણ એન્ટીબોડી જોવા મળ્યા હતા. એન્ટીબોડીના કારણે બાળકીના મગજ હૃદય અને ફેફસા ઉપર અસર જોવા મળી રહી હતી. અન્ય ડૉક્ટર્સના જણાવ્યા મુજબ બાળકી બચી શકે એમ સ્થિતિ નહોતી.

વિશ્વમાં આટલી નાની ઉંમરમાં કોઈ પણ બાળકના શરીરમાં એન્ટીબોડીની અસર જોવા મળી નથી અને તેની સારવાર અંગે કોઇ ઉલ્લેખ પણ નથી. 7 દિવસની બાળકીને સારવાર આપવાનું શરૂ કર્યું હતું. આખરે બાળકી સાજી થઈ પોતાના ઘરે પરત ફરી હતી, બાળકી સ્વસ્થ થતા આખરે પરિવારજનોએ તબીબનો આભર વ્યક્ત કર્યો હતો. આ બિમારી અંગે અન્ય તબીબો અને વાલીઓને પણ જાગૃત કરાશે અને આ મામલે ડેટા કેન્દ્ર સરકાર સુધી પહોચાડવામાં આવશે તે અંગે તબીબો દ્વારા તૈયારી બતવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો