સુરતઃ ભીખ માંગવા આવેલી મહિલાઓ દુકાનમાંથી રૂ.7.5 લાખ ભરેલો થેલો લઈને થઈ છૂમંતર, ઘટના કેમેરામાં કેદ થઈ

સુરત જિલ્લાના (surat) માંગરોળ તાલુકાના પાલોદ ગામની હદમાં આવેલા કીમ ચાર રસ્તા ઉપર ભીખ માંગનાર મહિલાઓએ (women thief) દુકાનદાર સાથે ઝગડો કરીને 7.50 લાખ રૂપિયા ભરેલી બેગ ઉઠાવીને ફરાર થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં (cctv) કેદ થઈ હતી. દુકાન મલિકે કોસંબા પોલીસ મથકમાં (kosamba police station) ફરિયાદ નોંધાવી હતી. કોસંબા પોલીસે સીસીટીવીના આધારે વધુ તાપસ હાથધરી છે.

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ ગામની હદમાં આવેલા કીમ ચારરસ્તા વિસ્તારમાં વહેલી સવારે જનતા હાર્ડવેરની દુકાનમાં દુકાન માલિક પોતાની દુકાન ખોલી રહ્યા હતા. ત્યારે કેટલીક ભીક્ષુક મહિલાઓ પોતાના બાળકો સાથે ત્યાં મળવા આવી હતી દુકાન ખોલી રહેલ દુકાનદાર સાથે આ મહિલાઓએ ભીખ માંગવા બાબતે રજૂઆત કરી હતી.

તે સમય દરમિયાન એક મહિલા દુકાનમાં રાખેલી બેગ ઉઠાવી ચાલતી પકડી હતી. આ બેગમાં બે દિવસનો દુકાનનો વકરો અને ઉઘરાણી મળી 7.5 લાખ રૂપિયા જેટલી રકમની ચોરી કરી જતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

કિમ ચારરસ્તા નજીક આવેલ ગુજરાત પેટ્રોલ પમ્પની બાજુમાં જનતા બહાર્ડવેર ના દુકાન ના માલિક અશ્વિનભાઈ દુકાન પર આવ્યા હતા. અને દુકાન ખોલી સાફ સફાઈ કરી રહ્યા હતા. ત્યારે ત્યાં આ મહિલાઓ નાના બાળકો સાથે આવી ચઢી હતી ત્યાં તેમની પાસે ભીખ માંગી હતી.

આ બાબતે દુકાનદાર અશ્વિન ભાઈ સાથે આ મહિલાઓ એ ઝગડો કરી બોલાચાલી કરી હતી એ સમય દરમિયાન મહિલાઓ સાથે આવેલ મહિલાઓ પૈકી એક મહિલા દુકાનદાર અશ્વિનભાઈની નજર ચૂકવીને દુકાનમાં પ્રવેશ કરી કાઉન્ટર પાસે મુકેલ 7.50 લાખ રૂપિયા ભરેલ બેગ ઉઠાવી ચાલી ગઈ હતી.

દુકાનદાર અશ્વિન ભાઈ દુકાનની સાફ સફાઈ કરતા ધ્યાન બેગ ઉપર પડ્યું હતું પરંતુ જે જગ્યા એ બેગ મૂકી હતી તે જગ્યા પર બેગ નહિ દેખાતા આજ મહીલોઓ જ બેગની ઉઠાંતરી કરી ફરાર થઇ જવા પામી હતી. આ મહિલાઓની અવરજવર દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી હતી. જે બાબતે દુકાન મલિક આશીવન ભાઈ કોસંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કોસંબા પોલીસે સીસીટીવને આધારે વધુ તાપસ હાથધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો