સુરતમાં ટોઇંગ કરેલી કારની સાંકળ તૂટી જતા બાઇક સાથે ટકરાઈ, બાઇક પર પાછળ બેઠેલ મહિલા બ્રિજ પરથી 30 ફૂટ નીચે પડતા થયું મોત

પાર્લે પોઇન્ટ ઓવરબ્રિજ પર પ્રાઇવેટ કંપનીની ક્રેઇનમાં ટોઇંગ કરેલી કારની સાંકળ તૂટી જતા બાઇક સાથે ટકરાઈ હતી. જેના કારણે બાઇક પર પતિની પાછળની સીટ પર બેસેલા 53 વર્ષના દક્ષાબેન પંચોલી બ્રિજ પરથી 30 ફૂટ નીચે પસાર થતી કારના બોનેટ પરથી જમીન પર પટકાતા ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત થયું હતું. જ્યારે તેના પતિને ઈજા થઇ હતી. મહિલાનું નામ દક્ષાબેન નિલેશ પંચોલી હતું અને તેની ઉંમર 53 વર્ષની હતી. મૃતક દક્ષાબેન તેમના પરિવાર અને સંબંધીઓ સાથે નેપાળ જવાનો પ્લાન બનાવ્યો હતો. દક્ષાબેન પંચોલી મહાવીર રો હાઉસ, અડાજણમાં રહેતા હતાં, જ્યારે પતિ નિલેશ પંચોલી એમ.આરનું કામ કરે છે.

ટો કરેલી કારની સાંકળ તૂટી જતાં મારી બાઇક સાથે અથડાઇ

હું મારી વાઇફ સાથે મોડી સાંજે ઘરેથી બાઇક પર ક્રિસમસ હોવાથી ફરવા માટે પાર્લે પોઇન્ટ ઓવરબ્રિજથી ડુમસ રોડ તરફ જવા માટે નીકળ્યા હતા. બ્રિજ પર આગળ જઇ રહેલી એક ક્રેઇનમાં ટો કરેલી બલેનો કાર સાથે બાંધેલી સાંકળ તૂટી જતા કાર છુટી થઈ મારી બાઇક સાથે અથડાઇ. જેથી હું પેરાપેટ વોલ અને કારની વચ્ચે બાઇકની સાથે ફસાયો હતો. મારી વાઇફ દક્ષા કયા છે એવુ પૂછતાં કોઈએ મને કીધું કે તે બ્રિજ પરથી નીચે પડી ગયા છે. ત્યારે મને ખબર પડી હતી. -નિલેશ પંચોલી, મૃતક મહિલાના પતિ

નં. પ્લેટ વગરની ક્રેઇનમાં કાર ટોઇંગ કરાઇ રહી હતી

વડોદરા ખાતેથી કારને ક્રેઇનમાં ટ્રોંઇગ કરી પિપલોદ ખાતેના સર્વિસ સેન્ટરમાં લઈ જવામાં આવી રહી હતી. તે પહેલા ક્રેઇનમાંથી ટોંઇગ કરેલી કારની સાંકળ તૂટી ગઈ હતી. જેના કારણે અકસ્માત થયો હતો. નવાઇની વાત એ છે કે ક્રેઇનનું રજીસ્ટ્રર થયું ન હોય એવુ નંબર પ્લેટ ન હોવાથી દેખાય રહ્યું છે. ખરેખર તો નંબર પ્લેટ વગરની ક્રેઇનમાં કાર ટોંઇગ કરીને લાવી શકાય કે કેમ તે તપાસનો વિષય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો