સુરતમાં લોકડાઉનમાં પુત્રવધૂ પર નજર બગાડનાર સસરાની અભયમની ટીમે શાન ઠેકાણે લાવી

લૉકડાઉન (Lockdown) વચ્ચે પુત્રવધૂ પર નજર બગાડનાર એક નરાધમ સસરા (Father in Law)ની સુરતની અભયમ ટીમે (181 Abhayam Team) શાન ઠેકાણે લાવી છે. મહિલાનો પતિ છેલ્લા ઘણા સમયથી બીમાર છે, તે પથારીમાંથી ઉભો થઈ શકે તેવી સ્થિતિમાં નથી. આવી પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવીને સસરાએ તેની પુત્રવધૂ (Daughter In Law) પર નજર બગાડી હતી. આ ઉપરાંત સસરાએ અમુક પ્રકારનું વર્તન શરૂ કરતા પુત્રવધૂ સસરાના ઈરાદા પારખી ગઈ હતી. જે બાદમાં તેણે હિંમત એકઠી કરીને 181 અભયમ ટીમને ફોન કર્યો હતો. અભયમની ટીમ મહિલાના ઘરે પહોંચી હતી અને સસરાને સમજાવ્યા બાદ મહિલાએ રાહતનો શ્વાસ લીધો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતી એક પરિણીતાનો પતિ છેલ્લા ઘણા સમયથી માનસિક રીતે બીમાર છે. હાલ મહિલાનો પતિ પથારીવશ છે. આ દરમિયાન મહિલાના સસરાએ તેની સાથે અશ્લીલ હરકતો કરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં થોડા સમય પછી તેણે મહિલાને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનું પણ દબાણ કર્યું હતું. મહિલાએ આ વાત તેના સાસુને કરતા તેમણે પણ મોઢું સીવી લીધું હતું.

મહિલા માથે આભ ફાટ્યું

ઘરમાં એક તરફ પતિ બીમાર અને બીજી તરફ સસરાની બીભત્સ માંગણીથી મહિલા ત્રાસી ગઈ હતી. તેના ઉપર જાણે આભ જ ફાટી ગયું હતું. આ દરમિયાન મહિલાએ હિંમત કરીને 181ની ટીમની મદદ માંગી હતી. આખરે 181ની ટીમે સસરાની શાન ઠેકાણે લાવી હતી. જે બાદમાં મહિલાએ રાહતનો શ્વાસ લીધો હતો.

181ની ટીમે સસરાને તેમના કૃત્યનું શું પરિણામ આવી શકે તેનું ભાન કરાવ્યું

મહિલાની ફરિયાદ બાદ ઘરે પહોંચેલી 181ની ટીમે સૌપ્રથમ મહિલાને સાંભળી હતી અને તેની સાથે કેવું વર્તન કરવામાં આવી રહ્યું છે તેની વિગત મેળવી હતી. જે બાદમાં મહિલાના સસરા સાથે વાતચીત કરી હતી અને તેમની હરકતો બદલ કેવાં કેવાં ગુના દાખલ થઈ શકે અને તેનાથી તેમને કેટલી તકલીફ ફડી શકે તેની માહિતી આપી હતી. આ સાથે જ તેઓ આવી હરકતો બંધ ન કરે તો કાયદેસરની કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારી હતી. સમજાવટ બાદ મહિલાનો સસરો હવેથી કોઈ આવી હરકત ન કરવા માટે સહમત થયો હતો જે બાદ અભયમની ટીમે તેમને સુધરવાની એક તક આપી હતી. આખરે સસરાને પોતાની ભૂલનું ભાન થયા બાદ તેણે પુત્રવધૂની માફી પણ માંગી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો