સુરતમાં શરમજનક કિસ્સો સામે આવ્યો: પત્ની જિમ-ટ્રેનર સાથે પકડાતાં હોબાળો, પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની જાહેરમાં ધોલાઈ કરી નાખી

સુરતના વેસુ વિસ્તારમાં લાજવાને બદલે ગાજવાનો શરમજનક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં પતિથી અલગ રહેતી પત્નીએ તેના કથિત પ્રેમી સાથે મળીને પતિને ઢોરમાર માર્યો હતો. પતિને સારવાર માટે હોસ્પિટલમાં પાટાપીંડી કરવાની ફરજ પડી હતી. છેલ્લા એકાદ વર્ષથી ઘરકંકાસથી પત્નીથી અલગ રહેતા પતિએ જણાવ્યું હતું કે બુધવારે મોડી સાંજે પત્ની જિમ-ટ્રેનર સાથે કારમાં હતી. મેં રંગેહાથ ઝડપી લઈને કારનો કાચ ઠપકારતાં તેઓ કાર લઈ નાસી ગયાં અને પીછો કર્યો તો બન્નેએ સાથે મળીને માર માર્યો હતો. એક વર્ષથી પત્ની દીકરી સાથે અલગ રહે છે. કોર્ટના ઓર્ડર પછી પણ મને દીકરીને મળવા નથી દેતા’. હાલ પતિને માર પડતાં સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પીડિત પતિએ પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે મારી પત્નીની કાર ઊભેલી હતી, તેની બાજુમાં બીજી ઊભેલી કાર ચાલુ હાલતમાં હતી. એમાં તપાસ કરતાં મારી પત્ની કોઈ બીજા સાથે હતી. આથી મેં કાચ ઠપકાર્યો, પરંતુ તેમણે દરવાજો ખોલ્યો નહીં અને ગાડી રિવર્સ લઈને નાસી ગયાં હતાં, આથી મેં કારનો પીછો કર્યો, તેઓ યુટર્ન લઈ રહ્યાં હતાં ત્યાં મેં તેમની કારને અટકાવી દીધી હતી. બાદમાં બન્ને પૂછ્યું કે તમે ગાડીમાં શું કરો છો.

બાદમાં કારમાંથી તેમણે બન્નેએ નીચે ઊતરીને મને મારવાનું શરૂ કર્યું હતું. ગાળાગાળી કરી જિમ-ટ્રેનરે મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન મારી પત્ની પણ જોર જોરમાં કહેવા લાગી કે હું તારી પત્ની નથી અને આને મારો એમ કહી તેણે પણ હાથથી તમાચા મારી દીધા હતા. લોકોએ પોલીસને જાણ કરી હતી એટલે પત્નીએ જે કારમાં હતી એના ડ્રાઈવર વિશાલને ભગાવી મૂક્યો હતો.

યોગેશ જગદીશભાઈ અગ્રવાલ (ઉં.વ. 32. રહે સિટી લાઈટ ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ)એ જણાવ્યું હતું કે તેઓ મિલકત લે-વેચના કામકાજ સાથે સંકળાયેલા છે. 10 વર્ષ પહેલાં તેમનાં લગ્ન થયાં હતાં. તેમને પરિવારમાં એક દીકરી છે, પરંતુ પારિવારિક ઘરકંકાસને લઈ પત્ની છેલ્લા એક વર્ષથી દીકરીને લઈ અલગ રહે છે. પત્નીએ મારા પર દહેજ માગવાનો કેસ કર્યો છે. દર મહિને ઘર ખર્ચના 1.10 લાખ માગી રહી છે. મેં દીકરીને મળવા કોર્ટમાંથી ઓર્ડર મેળવ્યા છે છતાં દીકરીને મળવા દેતી નથી.

પત્નીની ઊલટતપાસ કરતાં ખબર પડી હતી કે તેનું જિમ-ટ્રેનર સાથે લફરું છે. બસ, આ વાતને સાબિત કરવા હું એના પર વોચ રાખતો હતો. બુધવારની રાત્રે હાઈટેક બિલ્ડિંગ નજીક હોવાની જાણ થયા બાદ હું અચાનક ત્યાં પહોંચી ગયો હતો. જ્યાં તે બન્નેને મેં કારમાં જોયાં હતાં. કારનો દરવાજો ખખડાવ્યા બાદ મને હાથમાં મોબાઈલ કેમેરો ઓન જોઈ પત્ની અને તેનો જિમ-ટ્રેનર પ્રેમી વિશાલ સાલુંકે નાસી ગયાં બાદ મેં પીછો કરી આંતરતાં મારા પર તેઓ તૂટી પડ્યાં હતાં.

આ બાબતે લોકો ભેગા થઈ જતાં પોલીસ દોડી આવી હતી. મને અને મારી પત્નીને ઉમરા પોલીસ સ્ટેશન લઈ જવાયાં હતાં. પોલીસે મારી ફરિયાદ નોંધી, પણ બરાબર કલમનો ઉમેરો ન કર્યો હોવાનું મને લાગે છે. બસ ન્યાય મળવો જોઈએ, મારી દીકરીના ભવિષ્યનો પ્રશ્ન છે. હું મારી પત્નીને કોર્ટમાં ખોટી સાબિત કરી કાયદેસર સજા અપાવવા માગું છું એમ યોગેશ અગ્રવાલે અંતે કહ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો