સુરતમાં ટ્રક ચાલકે BBAના વિદ્યાર્થીને કચડી નાખ્યો, બનાવ સીસીટીવીમાં કેદ
સુરત શહેરમાં ટ્રક (Truck) ચાલકો જાણે કે યમદૂત બનીને બેફામ બનીને વાહનો હાંકી રહ્યા છે. શહેરમાં દિન-પ્રતિદિન અકસ્માત (Road accidents)ની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. થોડા જ દિવસ પહેલા સુરતના કતારગામ વિસ્તાર (Katargam area)માં એક બેફામ ટ્રક ચાલાકે યમદૂત બનીને BBAના વિદ્યાર્થી જય ઈટાલિયાને કચડી નાંખ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીનું હૉસ્પિટલ (Hospital)માં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અકસ્માતના સીસીટીવી (CCTV) સામે આવ્યા છે. જેના જોઈને જ ખબર પડે છે કે અકસ્માત કેટલો ગંભીર હતો.
ગુજરાતના મહાનગરો જાણે કે માર્ગ અકસ્માતોનું હબ બની ગયા છે. અહીં અવારનવાર મોટા વાહન ચાલકો કે પછી ડ્રાઈવરો બેફામ ડ્રાઈવિંગના કરીને માર્ગ અકસ્માતો સર્જતા રહે છે. કતારગામ વિસ્તારમાં ગત 25મી જાન્યુઆરીનાં રોજ ગંભીર અકસ્માત સર્જાયો હતો. BBAમાં અભ્યાસ કરતા જય ઇટાલિયા નામનાં વિદ્યાર્થીને એક ટ્રક ચાલક અડફેટે લઈને ફરાર થઈ ગયો હતો.
અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થતા પોલીસે ફૂટેજ મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી.
ફૂટેજમાં નજરે પડે છે કે, સફેદ કલરનું ટૂ-વ્હિલર લઈને આવી રહેલો વિદ્યાર્થી પૂર ઝડપે ચાલી રહેલા એક ટ્રકની અડફેટે આવી જાય છે. ઘટના બાદ ચાલક ટ્રકમાંથી ઉતરીને ફરાર થઈ જાય છે. કતારગામ પોલીસે હાલમાં ટ્રક કબજે કર્યો છે. આ દરમિયાન લોકો મદદ માટે દોડી આવે છે. વિદ્યાર્થી ટ્રકના વ્હિલમાં આગળ સુધી ઢસડાય છે. આ દરમિયાન ટ્રક ચાલકને અકસ્માતનું ભાન થાય છે. જે બાદમાં તે ટ્રક મૂકીને નાસી જાય છે.
CCTV: સુરતમાં યમદૂત બનેલા ટ્રક ચાલકે BBAના વિદ્યાર્થીને કચડી નાખ્યો pic.twitter.com/WfPagsB3Im
— News18Gujarati (@News18Guj) February 8, 2021
અહીં એ નોંધવું રહ્યું કે, સુરત શહેરમાં સાંજે ચાર વાગ્યા પછી ભારે વાહનોને પ્રવેશવાની છૂટ નથી. આમ છતાં શહેરમાં હપ્તાખોરી કે પછી પોલીસની જ રહેમ નીચે વાહનો પ્રવેશી જતા હોય છે. આ વાહનો અવારનવાર અકસ્માત સર્જે છે. ખુલ્લેઆમ જાહેરનામાનો ભંગ થતો હોવા છતાં પોલીસ શા માટે પગલાં નથી ભરતી તે પણ સવાલ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

