સુરત ટ્રાફિક પોલીસ અનોખી પહેલ: 21 દિવસ સુધી નિયમ તોડતાં લોકોને નહીં કરે દંડ, આ છે ખાસ કારણ

સુરત ટ્રાફિક પોલીસ અનોખી અને નવી પહેલ લઈને આવી છે. કોરોના વાયરસને લઈ આપેલાં લોકડાઉનમાં લોકોને કામ ધંધા અને રોજી રોટી નથી. લોકડાઉનને લઈ લોકોની આર્થિક રીતે કમર ભાંગી ગઈ છે. ત્યારે સુરત ટ્રાફિક પોલીસ જે વાહનચાલકો ટ્રાફિકનાં નિયમો તોડતા હતા, તેને ટ્રાફિક પોલીસ દ્વારા તોતિંગ દંડ વસુલવામાં આવતો હતો. તો હવેથી સુરત ટ્રાફિક પોલીસ 21 દિવસ માટે લોકો પાસેથી દંડ વસુલ નહીં કરે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરત શહેરમાં ટ્રાફીકનાં નિયમો તોડનાર પાસેથી લોકડાઉનમાં પણ પોલીસ સરેરાશ 8 લાખ જેટલો રોજનો દંડ વસુલ કરતી હતી. જેને લઈ સુરતવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. એકબાજુ કામ ધંધો નથી, રોજી રોટી નથી. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા તેઓને પકડી દંડ વસુલવામાં આવતો હતો. તેને લઈ સુરત શહેરના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.

સ્થાનિકોનો રોષ જોઈ સુરત પોલીસે હવેથી દંડ નહીં વસુલવાનો નિર્ણય કર્યો છે. સુરત પોલીસ હવેથી 21 દિવસ માટે I FOLLOW નામનું કેમ્પેઇન ચલાવશે. જેમાં નિયમો તોડનાર પાસેથી અનોખી રીતે ટ્રાફિકનાં નિયમો પાળવા માટેનાં શપથ લેવડાવવામાં આવશે. I FOLLOW મુહિમ શરૂ કરી લોકોને ટ્રાફિક અંગે જાગૃત કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો