નવા ટ્રાફિકનાં નવા નિયમો લાગુ થતા સુરતમાં પોલીસે ફટકાર્યો એટલો દંડ કે, છોકરી ચોધાર આંસુએ રડવા લાગી

ગુજરાતમાં દિવાળી પછી ફરી એકવાર નવા ટ્રાફિકનાં નવા નિયમો લાગુ થઈ જતાં પોલીસ અને પ્રજા વચ્ચે માથાકૂટનાં બનાવો વધવા લાગ્યા છે. સુરતમાં પોલીસે એક છોકરીને ટ્રાફિક દંડ બાબતે અટકાવી હતી. જે બાદ છોકરી અને ટ્રાફિક પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલો ગરમાઈ જતાં મહિલા પોલીસને બોલાવી પડી હતી. પોલીસે છોકરીને 4700 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

સુરતમાં ટ્રાફિક પોલીસ અને વાહનચાલક યુવતી વચ્ચે બોલાચાલી થઈ હતી. જાનવી વાલેરા નામની યુવતી એકટીવા હેલ્મેટ પહેર્યા વિના જ પસાર થઈ રહી હતી. ત્યારે ટ્રાફિક પોલીસે તેને અટકાવી હતી. જો કે યુવતીએ તપાસમાં સહકાર આપવાને બદલે ટ્રાફિક વિભાગના ACP સાથે બોલાચાલી કરી હતી. જે બાદ આ યુવતી પાસેથી વધારામાં લાયસન્સ, આર.સી બુક સહિતનાં અન્ય પુરાવાઓ પણ મળી ન આવતા પોલીસે વાહન ડિટેઈન કરી અને દંડાત્મક કાર્યવાહી કરી હતી.

જે બાદ યુવતીની માતા પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને તેમને રૂપિયા 4700નો દંડ ફટાકર્યો હતો. મહત્વનું છે કે ટ્રાફિકના નિયમો કડક બનાવ્યા બાદ વાહનચાલકોને જરૂરી પુરાવાઓ એકઠા કરવામાં હાલાકી પડી હતી. જેને જોતા સરકારે 31 ઓક્ટોબર સુધીની સમયમર્યાદા રાહત રૂપે લંબાવી હતી. જોકે આ સમયગાળામાં પણ કેટલાક વાહનચલાકોએ લાયસન્સ, આર.સી બુક સહિતના અન્ય પુરાવાઓ ન બનાવતા, રાજ્યભરમાં પોલીસ હવે દંડાત્મક કાર્યવાહી કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો