કોરોનાને ભગાડવા સુરતના વેપારીની અનોખી માનતા, નદીને ઠંડી કરવા રોજ ફેંકે છે 500 કિલો બરફ..!!
કોરોના વાયરસથી આખું વિશ્વ ત્રાહીમામ પોકારી ઉઠ્યું છે, લોકો સંક્રમણથી બચવા માટે જાણે તેટલા ઉપાયો કરે છે. તો ઘણી જગ્યાએ આપણે અંધશ્રદ્ધાના કિસ્સાઓ પણ જોવા મળ્યા છે. ત્યારે સુરતમાંથી અંધ વિશ્વાસનો એક એવી ઘટના સામે આવી છે. જેણે સાંભળીને કદાચ કોઈને પણ નવાઈ લાગે.
આ કિસ્સો જાણીને તમામના મનમાં એક સવાલ ઉભો થાય છે કે બરફ અને કોરોના વાયરસને શું લાગે વળગે છે? પરંતુ ગમે તે હોય સુરતીઓ કોરોનાને ભગાડવા માટે તાપી નદીમાં રોજનો 500 કિલો બરફ પુલ પરથી ફેંકે છે, અત્યાર સુધી કુલ 3500 કિલો બરફ નદીમાં ફેંકાઈ ચૂક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ વિશે મળતી માહિતી પ્રમાણે, કોરોના વાયરસની મહામારી રોકવા માટે સુરતના એક વેપારીએ જબરી માનતા રાખી છે. આ વેપારીએ તાપી નદીમાં રોજનો 500 કિલો બરફ નાંખવાની માનતા માની છે. વાત અને માનતા જાણીને નવાઈ લાગીને.. પણ વાત સાચી છે.
સુરતના એક વેપારીએ તાપી નદીને ઠંડી કરીને કોરોના ભગાડવા રોજ તેમાં 500 કિલો બરફ નાંખે છે. તે સાત દિવસમાં સવાર સાંજ બે ટાઈમ વિવેકાનંદ બ્રિજ પરથી 500 કિલો બરફ નદીમાં નાખે છે, અત્યાર સુધી કુલ 3500 કિલો બરફ નદીમાં ફેંકાઈ ચૂક્યો છે. બરફ નાખતા એક વ્યક્તિને જ્યારે તેના વિશે પુછવામાં આવ્યું તો તેણે જણાવ્યું હતું કે, મારા સાહેબ કોરોના ભગાડવા બરફ નાંખવાની માનતા રાખી છે.
સુરતમાં હજુ રોજ સરેરાશ 70 કેસ સામે આવી રહ્યા છે અને અત્યાર સુધી 100થી વધુ લોકો મોતને ભેટ્યાં છે. કોરોનાને કાબુમાં લેવા ડૉક્ટરો અને વિજ્ઞાનીઓ રાત દિવસ પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે આ કેટલાક લોકો કોરોનાને ભગાડવા અંધવિશ્વાસનો સહારો લઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

