આને જમાઈ કહેવો કે જમ! સુરતમાં બનેવીએ પહેલા સાળી સાથે રેપ કર્યો, ત્યારબાદ જેલમાંથી છૂટી સાળાની હત્યા કરી

સુરત શહેરમાં ફરી એક વખત પારિવારીક સભ્ય દ્વારા જ હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે. થોડા દિવસ પહેલા જ એક બાળકનું તેના સગા બનેવીએ અપહરણ કરતાં પરિવારે ખટોદરા પોલીસમાં ફરિયાદ આપી હતી. આ બાળકની હત્યા કરાયેલી લાશ ડુમસ વિસ્તારમાંથી મળી આવી છે. પોલીસે તપાસ કરતા લાજપોર જેલમાં બળાત્કારના ગુનામાં સંડોવાયેલા આરોપીએ જેલમાંથી છૂટ્યા બાદ સગા સાળાનું અપહરણ કરી તેની ઘાતકી હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા સાઇલેન્સરમાંથી 11 વર્ષના બાળકની હત્યા કરેલી લાશ મળી આવતાં સમગ્ર શહેરની પોલીસ દોડતી થઇ ગઇ હતી. માસૂમ બાળકની ઓળખ પરેડ કરતા ખટોદરા વિસ્તારમાં બે દિવસ પહેલા ગુમ થયેલા બાળકની સાથે મેચ થઈ હતી. આ બાળકનું અન્ય કોઈ નહીં પણ તેના સગા બનેવીએ અપહરણ કરીને લઇ ગયા બાદ હત્યા કરી હોવાની પોલીસને આશંકા છે.

તમને જણાવી દઈએ કે, મૃતક બાળકની મોટી બહેન સાથે આરોપી યુવાનના પ્રેમ લગ્ન થયા હતા. થોડા સમય પહેલાં આરોપી જમાઈએ પત્નીની નાની બહેન સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેને લઇને આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ લાજપોર જેલ ખાતે મોકલી આપ્યો હતો. જોકે લાંબા સમયથી જેલમાં આરોપી તરીકે રહેલા યુવાનને તેની પત્નીએ જ જામીન પર છોડાવ્યા હતો અને થોડા દિવસ પહેલા જામીન પર છૂટી, સતત યુવતીના પરિવાર સાથે સમાધાન કરવા માટે પ્રેશર કરતો હતો, પણ સાળી સમાધાન કરવા માટે તૈયાર ના થતા આરોપી બનેવીએ પોતાના સગા સાળાનું અપહરણ કરી તેની હત્યા કરી પરિવાર સાથે બદલો લેવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

પોલીસને હવે બાળકની લાશ મળી આવતા, પોલીસે આ મામલે તાત્કાલિક અસરથી અપહરણના ગુનાને, હવે હત્યાના ગુનામાં તબદીલ કરી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પરિવાર દ્વારા સગા બનેવીએ જ સાળાની હત્યા કરવાનો આક્ષેપ કરતા સુરતના ખટોદરા અને ડુમસ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો