સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા અગ્નિકાંડની ઘટનામાં ફરી એક વખત ખુલાસો થયો છે. આ માણસના કારણે દિલમાં પાપ છૂપાવી બેઠેલા 36 કસુરવારોની ઉંઘ ઉડી

સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા અગ્નિકાંડની ઘટનામાં ફરી એક વખત ખુલાસો થયો છે. આ ઘટનમાં જે અધિકારીઓને આરોપી બતાવામાં આવ્યા છે તે માત્ર ગણ્યા ગાંઠ્યા જ અધિકારી છે. જે અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ થઈ છે, તેને બાદ કરતાં હજી પણ ઘણા અધિકારીઓ પ્રત્યે સોફ્ટ કોર્નર દાખવામાં આવી રહ્યો હોવાથી વધુ એક કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. માજી સુરત મનપા કમિશનર, સહિત અધિકારીઓ, બિલ્ડરો મળી કુલ 36 સામે ACBની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે.

સુરત તક્ષશિલા અગ્નિકાંડ મામલે 36 લોકો સામે ACB કોર્ટમાં ફરિયાદ નોંધાઈ છે. વરાછાના વિનોદ પટેલ નામના વ્યક્તિએ આ ફરિયાદ કરી છે. તેમનું કહેવું છે કે આ કરૂણ ઘટનામાં જે અધિકારીઓને આરોપી બતાવવામાં આવ્યા છે. તે માત્ર ગણ્યા ગાઠ્યા જ અધિકારી છે. તેને બાદ કરતા હજુ પણ ઘણાં અધિકારીઓ પ્રત્યે સોફ્ટ કોર્નર દાખવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં સુરત મનપા કમિશ્નર સહિતના અધિકારીઓ, બિલ્ડરો મળીને કુલ 36 સામે ACBની કોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવી. આ તમામ લોકોની સંપત્તિ અને તેમણે આચરેલા ભ્રષ્ટાચાર બાબતે નિષ્પક્ષ તપાસ કરવાની ફરિયાદ કરવામાં આવી છે. જેમાં આગામી 7 ડિસેમ્બર સુધીની મુદ્દત આપવામાં આવી છે.

તક્ષશિલા અગ્નિ કાંડમાં 22 માસુમના કરૂણ મોત નિપજ્યા છે. આ અગ્નિ કાંડમાં પોલીસે ફરિયાદ નોંધી કસૂરવાર આરોપીઓને પકડી પાંજરે પૂરી દીધા છે. પરંતુ વરાછા વિસ્તારમાં રહેતા RTI એક્ટિવિસ્ટ અચાનક આ કેસમાં ટ્વિસ્ટ લાવ્યા છે અને તક્ષશિલા હોનારતમાં ક્લીનચિટ મેળવી ઘટનાની તપાસ કરનારા અધિકારીઓ વિરુદ્ધ ACBની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવતા દિલમાં પાપ લઈ બેઠેલા કસુરવારો ની ઉંઘ ઉડી ગઈ છે, એક નહિ બે નહિ પરંતુ કુલ 36 સામે ફરિયાદ કરવામાં આવી છે.

વિનોદ પટેલનું કેહવું છે કે આ સમગ્ર મામલે ભીનું સંકેલવાનો પ્રયત્ન સુરત મહાનગર પાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને ભૂતપૂર્વ કમિશનર દ્વારા કરવામાં આવતો હોવાનો ગંભીર આરોપ કરવામાં આવ્યો છે. નિર્મલ નગર સોસાયટીના કોમન ઓપન પ્લોટમાં કોઈપણ જાતની પરવાનગી વગર તક્ષશિલા આર્કેડ વર્ષ 2007માં ઠોકી બેસાડવામાં આવ્યું હતું. જેમાં સુરત મહાનગર પાલિકા, DGVCL , મનપા સર્કલ ઈજનેર ઓફિસરોથી માંડીને ઉચ્ચકક્ષાના અધિકારીઓએ બિનઅધિકૃત બાંધકામ સામે પગલાં લીધા જ નહિ અને આવી દુભાગ્ય પૂર્ણ ઘટના બની ગઈ છે. 36ના નામજોગ ફરિયાદ કરવામાં આવતા મનપા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ધરપકડ થયેલા આરોપીઓ અને ACBની કોર્ટમાં ફરિયાદમાં નામ ઉલ્લેખ કરવામાં આવેલા લોકોની સંપત્તિ અને તેમને આચરેલા ભ્રષ્ટાચાર બાબતે નિષ્પક્ષ તપાસ કરવાની ફરિયાદ કરવામાં આવી છે. જેમાં આગામી 7 ડિસેમ્બરની મુદ્દત આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો