‘હું ઘરે નહીં આવું, હું મરવાનો છું, દીકરાને સાચવજે’, પત્નીને અંતિમ ફોન કરી સુરતમાં યુવાનનો આપઘાત

સુરત શહેરમાં આપઘાત (Suicide)નો સીલસીલો યથાવત છે. કોરોના વાયરસ (Coronavirus)બાદ આપવામાં આવેલા લોકડાઉનના પગલે અનેક લોકો આર્થિક મુશ્કેલીમાં આવી ગયા હતા. મહત્વની વાત એ છે છે લોકડાઉન (Lockdown) બાદ આપઘાતની ઘટનાઓમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. કોઈ આર્થિક મુશ્કેલીથી પરેશાન થઈ તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે સુરત(Surat)માં વધુ એક આપઘાત સામે આવ્યો છે. જેમાં યુવાને ઝાડ પર દોરડુ બાંધી ગળે ફાંસો લગાવી જીવન ટુંકાવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના સારોલી વિસ્તારના રહેવાસી એક જુવાનજોધ યુવાને ઝાડ સાથે દોરડુ બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે આ મામલે ઘટના સ્થળ પર જઈ યુવાનને નીચે ઉતારી પરિવારને જાણ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

વિગતે ઘટનાની વાત કરીએ તો, શહેરના વરિયાવ ગોકુળ ફાર્મ પાસે એક ઝાડ પર યુવાનની લાશ લટકી રહી હતી, આ ઘટનાની જાણ સૌપ્રથમ ત્યાં ફાર્મ પર કામ કરતા મજૂરોને થઈ હતી. તેમમે તુરંત પોલીસને જાણ કરતા જહાંગીરપુરા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી. પોલીસે તપાસ કરતા નજીકમાં ટેમ્પો પડ્યો હતો, જેથી આ યુવાન કોણ છે તેની માહિતી તેમાં રહેલા કાગળો પરથી પડી હતી. ત્યારબાદ પોલીસે યુવાનના પરિવારનો સંપર્ક કરી જાણ કરી લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડી હતી.

આ મામલે પોલીસે યુવાનની પત્નીની પોલીસે પ્રાથમિક પુછપરછ કરી હતી, મરનાર યુવાનનું નામ કેતન પટેલ હોવાનું સામે આવ્યું છે, અને તે ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો હતો. મરતા પહેલા યુવાને છેલ્લે તેની પત્ની સાથે વાત કરી હતી. ત્યારે યુવાને પત્નીને કહ્યું હતું કે, હું આજે ઘરે આવવાનો નથી આપઘાત કરી લઈશ. આ વાત બાદ પત્ની પરિવાર સાથે તેને શોધી રહી હતી, અને અંતે તેના મોતના સમાચાર મળ્યા.

મળતી માહિતી મુજબ, મરનાર કેતન પટેલ પોતાના પરિવાર સાથે રહેતો હતો, તેને ત્રણ વર્ષનો બાળક છે અને પિતા ખેડૂત છે. અચાનક ઘરનો દીકરો અને બાળકે પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકમાં માહોલ થવાઈ ગયો છે, પોલીસને હજુ મોતનું સ્પષ્ટ કારણ મળ્યું નથી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો