સુરતમાં સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો: યુવકના પેટમાં 9 સેમી લાંબો સ્ટીલનો ગ્લાસ જોવા મળ્યો જેને ઓપરેશન કરી બહાર કાઢવો પડ્યો

સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. સુરતમાં રહેતાં પરપ્રાંતીય યુવાનનાં પેટમાંથી ડોક્ટરોને ગ્લાસ જોવા મળ્યો હતો. ડોક્ટરોએ ઓપરેશન કરીને ગ્લાસ તો બહાર કાઢી નાખ્યો હતો. પણ જ્યારે ગ્લાસ કેવી રીતે અંદર ગયો તેનાં કારણ અંગે તપાસ કરી તો ડોક્ટરો પણ હેરાન પરેશાન થઈ ગયા હતા. યુવકે ગુદા માર્ગેથી 9 સેમી લાંબો ગ્લાસ અંદર નાખ્યો હતો. અને આ ગ્લાસ 3 દિવસ સુધી પેટમાં ભરાઈ રહ્યો હતો.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો સુરતના ઓલપાડના દેલાડ ગામે 29 વર્ષીય ભીમ શાહ રહે છે. જે મૂળ બિહારનો વતની છે અને અહીં કાપડનાં કારખાનામાં કામ કરે છે. ગત 31 જાન્યુઆરીએ તેને પેટમાં દુખતાં તેનો ભાઈ અને અન્ય મિત્રો તેને લઈ હોસ્પિટલમાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરોએ સિટી સ્કેન રિપોર્ટ કરાવવાનું કહ્યું હતું. રિપોર્ટમાં ડોક્ટરો પેટમાં ગ્લાસ જોઈને પહેલા ચોંકી ઉઠ્યા હતા. જે બાદ ડોક્ટરોએ એક્સ-રે કઢાવ્યો હતો. એક્સ-રે પરથી સામે આવ્યું કે, યુવકનાં પેટમાં 9 સેમી લાંબો ગ્લાસ અને 7 સેમી ઉપરનો પહોળો તેમજ તળિયાનો ભાગ 4.5 સેમી હતો.

જે બાદ ડોક્ટરોએ યુવકનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી એમ 3 દિવસ ગ્લાસ ભીમના પેટમાં હતો. ગ્લાસનો થોડો ભાગ તૂટેલો હતો, જેને ડોક્ટરે કાપીને કાઢવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પરંતુ તેમાં સફળતાં ન મળતાં અંતે ઓપરેશન કરવું પડ્યું હતું. આ અગાઉ અનેકવાર મસ્તીમાં મસ્તીમાં યુવકોએ સાથી યુવકના ગુદા માર્ગે બોટલ સહિતની વસ્તુઓ નાખી દીધી હોવાના કિસ્સા સામે આવ્યા છે. પણ ડોક્ટરોના મતે આટલી મોટી ગ્લાસ નાખી દેવાનો આ કદાચ પહેલો કિસ્સો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો