મેકડોનાલ્ડના ચાહકો માટે લાલબત્તી સમાન કિસ્સો: સુરતમાં મેકડોનાલ્ડના બર્ગરમાં વંદો નીકળ્યો, જોઈને આંખો થઈ જશે પહોળી

સુરત શહેરમાં આવેલા સરથાણા વિસ્તારની મેકડોનાલ્ડની બ્રાન્ચમાં નાસ્તો કરવા ગયેલા યુવાનના બર્ગરમાંથી એક વંદો નીકળતા હંગામો મચી ગયો હતો. આ મામલે યુવાને મોબાઇલથી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. આ કૉકરોજ છે તેવું ખુદ મેકડોનાલ્ડના મેનેજર કબૂલે છે. આ વીડિયો વાઇરલ થતા લોકો પણ વિચારમાં પડી ગયા છે કે, પ્રતિષ્ઠિત કંપનીના નાસ્તામાં પણ આવું થઇ શકે.

આમ તો આપણે નાસ્તો કરવા બહાર જતા હોઈએ છીએ, ત્યારે અનેક કંપની પોતાના આઉટલેટ ખોલીને બેઠી છે અને પોતાની જેવી પ્રોડક્ટ અન્ય કોઈ બનાવતી નથી તેવું કહેતા હોય છે જોકે અહીંયા ખાસ ચોખ્ખાઈની કાળજી રાખવામાં આવે છે, ત્યારે આજે કેટલાક યુવાનો નાસ્તો કરવા સુરત અને લોકોની જાણીતી મેકડોનાલ્ડની સરથાણા બ્રાન્ચમાં ગયા હતા, જ્યાં નાસ્તામાં આ મિત્રો દ્વારા બર્ગરનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.

ઓર્ડર મુજબ થોડીવારમાં બર્ગર આવતા આ યુવાનોએ નાસ્તો કરવા માટે બર્ગરનું રેપર ખોલતાની સાથે તેમાં કૉકરોજ જોઈ યુવાનો હેરાન થઈ ગયા. આ જોઈને નાસ્તો કરવા આવેલા યુવાનો વિચારમાં પડી ગયા કે આવી મોટી બ્રાન્ડ અને મોટી મોટી વાતો વચ્ચે તેમના નાસ્તામાં આવુ કઈં નીકળી શકે. જોકે, પેહેલા યુવાનો દ્વારા આ મામલે સ્ટાફને જાણકારી આપવામાં આવી પણ સ્ટાફ પોતાની ભૂલ સ્વીકારવાનું ના પાડી રહ્યો હતો.

ત્યારબાદ આ બ્રાન્ચનો મેનેજર અહીંયા આવી પહોંચ્યો હતો. આ સમયે યુવાનો દ્વારા આ બર્ગરનો વીડિયો ઉતારવાનું ચાલુ કર્યું હતું, જ્યાં મેનેજરે પોતાની ભૂલ સ્વીકારી હતી. આ યુવાનો દ્વારા નાસ્તો કરતા પહેલા લોકોને ચેતે અને જોઈને ખાય તે માટે આ મોબાઈલ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો