સુરતમાં ભરવાડ શખ્સની દાદાગીરીનો વીડિયો વાયરલ, કામરેજની વિજય હોટલમાં મારમારી કરી થડામાંથી રોકડ લૂંટી આતંક મચાવ્યો

સુરત (Surat) શહેર બાદ હવે સુરત ગ્રામ્ય (Rural) વિસ્તારમાં પણ અસામાજિકતત્વોનો (Notorious Person) આંતક વધી રહી છે ત્યારે કામરેજ (Karej) હાઇવે પર આવેલ વિજય હોટલના (Vijay Hotel) માલિક પાસે હોટલ ચલાવવા માટે હપ્તો માંગતા સાકા ભરવાડ (Saka Bharwad ) નામના યુવાને ગતરોજ હોટલ પર પોતાના મળતિયા સાથે પહોંચીને હોટલ માલિક માર મારી હોટલના ગલ્લામાં રહેલા રૂપિયાની લૂંટ (Loot) કરી ફરાર થઈ ગયા હોવાનો હોટલ સંચાલકે આક્ષેપ કર્યો છે. જોકે હોટલમાં થયેલ મારામારી હોટલના સીસીટીવીમાં (CCTV Video) કેદ થઇ હતી. સંચાલકના આક્ષેપ મુજબ આ ઈસમો હોટલ માલિક પાસે હોટલ ચલાવા માટે મહિને રૂપિયા 25 હજારનો હપ્તો માંગતા હોવાના હોટલ માલિકે આક્ષેપ કરવાની સાથે આ ઈસમોએ વિરુદ્ધ નોંધાવી છે ફરિયાદ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરત શહેરમાં આમ તો અસામાજિક તત્વોનો આંતક દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે હવે આ આંતક સુરત ગ્રામ્ય વિસ્તારમાં સતત સમયે આવી રહ્યો છે. ત્યારે ગતરોજ સુરત જિલ્લાના કામરેજ ખાતે નેશનલ હાઇવે 48 પર આવેલ છે વિજય હોટલ. આ હોટલના માલિક છે ચતુર ભાઈ પટેલ. ગતરોજ હોટલના કાઉન્ટર પર બેસેલા હતા ત્યારે તે જ વિસ્તારમાં રહેતો અને માથા ભાઈ ઇસમની છાપ ધરાવતો સાકો ભરવાડ પોતાના પાંચ જેટલા મળતિયા સાથે હોટલ પર આવ્યો હતો.

જોકે આ ઈસમ સાથે હૉટલ માલિક ચતુર ભાઈ ને માથાકૂટ ચાલતી હતી ત્યારે આ ઈસમ અને તેના સાગરિતોએ અચાનક આવેશમાં આવી જઈને હોટલ માલિકને માર મારવા લાગ્યા હતા અને જોત જોતામાં આ વર્તન ઉગ્ર થઇ ગયું હતું. જોકે આ મારામારી જોઈને હોટલમાં આવેલા ગ્રાહકો પણ એક સમયે વિચારમાં પડી ગયા હતા અને ત્યાંથી ચાલતી પકડી હતી.

જોકે આ ઈસમો હોટલ માલિકને મારમારી હોટલના કાઉન્ટર માંર હેલા રૂપિયા 17 હજાર ની લૂંટ કરી ફરાર થઇ ગયા હોવાનો માલિકે આક્ષેપ કર્યો હતો. જોકે આ મારામારી અને લૂટની ઘટના હોટલના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. જોકે આ મામલે હોટલ માલિક આ મામલે સાકા ભરવાડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા માટે કામરેજ પોલીસ મથકે પહોંચીને આ ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

સાકો ભરવાડ હોટલ માલિકને હોટલ ચાલવા માટે મહિને રૂપિયા 25 હજાર હપ્તા પેટે આપવાની ધમકી આપ્યાની પણ હોટલ માલિકે આ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે, ત્યારે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આપીને પકડી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો