સુરતમાં રઘુવીર માર્કેટમાં લાગેલી આગ મામલે મોટો ખુલાસો થયો, એક ભૂલ અને કરોડો રૂપિયાનો ધૂમાડો, સુરત આગમાં ઘોડો ભાગ્યા બાદ તબેલાને તાળું મારશે તંત્ર!

સુરતમાં રઘુવીર સિલિયમ માર્કેટમાં લાગેલી આગ મામલે હવે સુરતનું તંત્ર સફાળુ જાગ્યું છે. આગની ઘટના બાદ સુરત કોર્પોરેશન જાણે ઉંઘમાંથી જાગ્યું હોય એમ હવે બિલ્ડીંગને સીલ કરશે. આ ઘટના જોઈને પેલી કહેવત યાદ આવે કે, ઘોડા ભાગ્યા બાદ તબેલાને તાળા મારવા જવું. આગની ઘટના બાદ સુરત કોર્પોરેશન તંત્ર આ માર્કેટને સીલ લગાવવની વાત કરી રહ્યું છે. પરંતુ હાલમાં જે આગ લાગી એમાં કરોડો રૂપિયાનો ધૂમાડો થઈ ગયો છે અને હવે તંત્ર જાગ્યું છે.

પરંતુ આ આગ મામલે એક નવો વળાંક આવ્યો છે અને રઘુવીર ટેક્સટાઈલ માર્કેટ મામલે મોટો ખુલાસો થયો છે. કે જે બધાને ચોંકાવે એવો છે. 15 દિવસ પહેલા જ્યારે અહીંયા આગ લાગી હતી ત્યારે ફાયર વિભાગે સુડાનું ધ્યાન પણ દોર્યું હતું. મંજૂર પ્લાન વિરુદ્ધ બાંધકામ થયાનો પત્ર પણ લખવામાં આવ્યો હતો.

ચોખ્ખું લખાણ કર્યું હતું કે, માર્કેટના ટોપ ફ્લોર પર ગેરકાયદેસર ડોમ બનાવ્યાનો છે. આ ગેરકાયદે ડોમનો કાપડના ગોડાઉન તરીકે ઉપયોગ થતો હતો. સ્ટ્રક્ચરમાં ફેરફાર કરી લાકડાના દાદર બનાવ્યાનો પણ ગંભીર આરોપ લગાવવાની વાત કરવામાં આવી રહી છે. એક તારણ એવું પણ છે કે, આગ વધુ વિકરાળ થઈ એની પાછળ લાકડાના દાદર જવાબદાર છે. આગ લાગી ત્યારે સુડાને કડક પગલાં ભરવા માટે ફાયર વિભાગે ચોખ્ખી જાણ કરી હતી. હાલમાં આગને કાબૂમા લેવા માટે NDRFની ટીમ પણ આવી પહોંચી છે. 30 જવાનો મદદે દોડી આવ્યા છે.

આગ મામલે પાલિકા કમિશનર બંછાનિધિપાનીએ શું કહ્યું?

કમિશનરે કહ્યું કે, આ બિલ્ડીંગ પાલિકાની હદ બહારની બિલ્ડીંગ છે. 15 દિવસ પહેલા લાગેલી આગમાં પણ પાલિકાએ નોટિસ આપી જ હતી. આગ કાબુમાં લીધા બાદ બિલ્ડીંગ સીલ કરવામાં આવશે. પોલીસ પણ એમની રીતે તપાસમાં જોડાઈ છે. જો કોઈ ગુનેગાર સામે આવશે તો કાયદાકીય રીતે કડક પગલાં લેવાશે.

કોર્પોરેશન સાથે સાથે ખાનગી ફાયરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2 બુમ બ્રાઉઝર, 3 હાઈડ્રોલિક પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરીને માર્કેટની આગને કાબુમાં લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. એક કારણ એ પણ છે કે, માર્કેટમાં કાપડનો જથ્થો હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હતી. એ સિવાય એક તારણ એવું પણ સામે આવ્યું છે કે, આગનું વિકરાળ સ્વરૂપ જોઈને ફાયરવિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો