ત્રણ વર્ષની દીકરી સાથે આપઘાત કરી લેનાર સુરતની કોમલની હચમચાવી દેતી સુસાઇડ નોટ સામે આવી

સુરતમાં પુણા ખાતે એક પરિણીતાએ પોતાની ત્રણ વર્ષની દીકરી સાથે આપઘાત કરવાના કેસમાં મૃતકના પિતાએ તેના જમાઇ આશિષ, સસરા દેવેન્દ્ર સાસુ રચના, જેઠ અભિષેક, જેઠાણી નિકિતા સામે આપઘાતની દુષ્પ્રેરણા અને દહેજની ફરિયાદ નોંધાવી છે. એવી માહિતી મળી છે કે કોમલ અને આશિષે પ્રેમ લગ્ન કર્યા હતા. એવી પણ વિગત સામે આવી છે કે કોમલના પિતાએ તેને આઠ લાખ રૂપિયાનું કરિયાવર આપ્યું હતું. હવે આ મામલે આપઘાત કરનાર કોમલની એક સુસાઇડ નોટ આવી છે. જોકે, આ સુસાઇડ નોટમાં અનેક વિરોધાભાષ જોવા મળી રહ્યા છે. કોમલના પરિવારના લોકો આપઘાત માટે સાસરીયાને જવાબદાર ગણાવે છે જ્યારે કોમલે સુસાઇડનોટમાં પોતાની મરજીથી આપઘાત કરી રહ્યાનું લખ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

“હું કોમલ સોમાની આત્મહત્યા કરી રહું છું. મને માફ કરજો, હું મારી મરજીથી આ આપઘાત કરું છું. આ આપઘાત પાછળ મારી સાસરી પક્ષવાળા અને પિયર પક્ષનો કોઈ દોષ નથી. મારા સાસરી પક્ષ અને પિયર પક્ષવાળા ખૂબ સારા છે. બંનેએ મને એટલો પ્રેમ કર્યો છે.

ભાગ્યે જ કોઈ એવી છોકરી હશે જેને આટલો પ્રેમ મળ્યો હોય. મારો પતિ દુનિયાનો સૌથી સારો પતિ છે. નસીબદારને આવો પતિ મળે. ખામી મારામાં જ છે કે હું સારી છોકરી નથી. મારા કારણે તેમને દુઃખ પહોંચ્યું. મેં તેમને દુઃખ આપ્યું તેના માટે માફ કરજો.

હું મારી દીકરીને લઈને જઈ રહી છું. Sonu ગુચ્ચૂ તમારો પ્રાણ છે એ વાત હું જાણું છું. મને માફ કરજો હુ ગુચ્ચૂને સાથે લઈ જઈ રહી છું. મારા ગયા બાદ કોઈ રડશો નહીં. મારી આત્માને શાંતિ નહીં મળે. મને માફ કરજો. કોઈ લોકોની વાત પર ધ્યાન ન આપશો. ગુસ્સામાં લોકો ઘણું કહે છે.

મારા ગયા બાદ મારો તમામ સામાન અને સોનું મારા પિયરના લોકોને આપી દેવું. મને માફ કરતો. મેં સમજી વિચારીને આ નિર્ણય લીધો છે. Plz મને માફ કરી દેજો. I am sorry guchuને સાથે લઈને જઈ રહી છું. હું તમારી આંખમાં આંસુ નથી જોઈ શકતી.

કોમલ તમને અંધાધૂન પ્રેમ કરે છે. તમે મારી ખુશી માટે બધુ કર્યું છે. મને તમામ ખુશી આપી પરંતુ હું એ ખુશીને કે તમારા લાયક નથી. મારી તમામ જિદ પૂરી કરી. દરેક ખુશી આપી પરંતુ મેં હંમેશા તમને રડાવ્યા છે. મને માફ કરજો. I am Sorry. હું મારી તમામ F.D. તમને આપીને જઈ રહી છું.

મને માફ કરજો. મારા અને Guchuના જવા પાર મારા સાસરીના લોકો કે પિયરના લોકોને જવાબદાર ન ગણવા. હું મારી મરજીથી આપઘાત કરુ છું. મારા પરિવારનો કોઈ હાથ નથી, તેમને કોઈ નુકસાન ન પહોંચાડવામાં આવે. મારી અંતિમ ઇચ્છા છે કે કોઈ મારા પરિવારને કંઈ ન કહે.

શું હતો બનાવ: સુરતના પુણા ગામ ખાતે એક મહિલાએ બાળકી સાથે કરેલા આપઘાત પ્રકરણમાં પોલીસે સાસરિયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મહિલા આપઘાત પાછળ દીકરીનો જન્મ કારણભૂત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એવી પણ માહિતી મળી છે કે આપઘાત કરનાર કોમલની ડિલિવરીનો ખર્ચો પણ તેના પિતા પાસે માંગ્યો હતો. કોમલને દીકરીનો જન્મ થયો ત્યારે તેઓએ કોમલને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપીને ફરીથી કરિયાવર માંગતા 1 લાખનું સોનું-ચાંદી અને કપડાં આપ્યા હતા.

એવો પણ આક્ષેપ થયો છે કે 2018માં કોમલને તેના સસરાએ તમાચો પણ માર્યો હતો. આઠેક મહિના પહેલા કોમલના પતિ આશિષે સસરા પાસે 5 લાખ માંગ્યા હતા.1 5 ઓગસ્ટના રોજ કોમલ અને તેની જેઠાણી વચ્ચે ઝઘડો થતા જેઠાણીએ કોમલની હાથની આંગળી મચકોડી નાખી હતી. જે બાદમાં 18મી તારીખે બપોરે સાડા ત્રણ વાગે કોમલે આશિષને ફોન કરીને કહ્યું કે, “મને માફ કરજો હું જાવું છું.” પતિને ફોન કર્યા બાદ કોમલે દીકરી સાથે આત્મહત્યા કરી લીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો