ગરીબોની વહારે આવી સુરત પોલીસ: લોકડાઉન સુધી મજૂરોને દિવસમાં બે વાર આપશે ફૂડ પેકેટ

કોરોના વાયરસને લઈ સૌથી વધુ ખરાબ હાલત ગરીબ લોકોની થઈ છે. રોજ કમાઇને રોજ ખાતા લોકોની હાલત દયનીય બની છે. કામ ધંધો ન હોવાને કારણે આ લોકોને જમવાના પણ ફાંફા પડી ગયા છે. ત્યારે આવા લોકોની વહારે આવી છે સુરત પોલીસ. આવા લોકોનાં જમવાની સગવડ કરી તમામને ફૂડ પેકેટ આપીને પોલીસ તેમની ભૂખ સંતોષી રહ્યાં છે.

કોરોના વાયરસ લઇને સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે સૌથી વધુ ખરાબ હાલત રસ્તા અને ફૂટપાથ પર રહેતા લોકોની બની છે. ખાસ કરીને મજૂરી કરવા આવેલા લોકોને હાલમાં મજૂરી નહીં મળતા તેમને પણ ખાવાના ફાંફા પડી ગયા છે. કારણકે લોકડાઉન હોવાને લઇને આવા લોકોને મજૂરી નહીં મળતા તેમની હાલત કફોડી બની છે.

ત્યારે આવા લોકો જમવા પોતાનું પેટ ભરવા માટે આમથી તેમ ફરતા રહે છે. ત્યારે આવા લોકોની પડખે સુરત પોલીસ આવી છે. સુરત પોલીસ દ્વારા આવા લોકોને જમવા માટે ખાસ વ્યવસ્થા કરી હતી. 1 હજાર ફૂડ પેકેટ તૈયાર કરીને આવા લોકો જે જગ્યા પર હતા ત્યાં જઇને તેમને જમવાનું આપવામાં આવ્યું હતુ.

જોકે સુરતનો ચોકબજાર વિસ્તારમાં આવા લોકો મોટી સંખ્યામાં હોય છે. ત્યારે આજે પોલીસે આવા ગરીબોને જમાડીને માનવતા મહેકાવી હતી. જોકે, જ્યાં સુધી આવી પરિસ્થિતી રહશે ત્યાં સુધી સવાર સાંજ આજ પ્રકારે ફૂડ પેકેટ બનાવી આવા ગરીબ મજૂર વર્ગને જમાડવાની જવાબદારી સુરત પોલીસે લીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો