સુરતમાં પિતાની નજર સામે જ કાકાએ ભત્રીજાને તલવારથી પતાવી દીધો, કેમ કર્યું મર્ડર? કર્યો ખુલાસો

વતનમાં જુગાર રમતી વખતે હારી જવાને કારણે થયેલા ઝઘડાની અદાવત રાખી ભેસ્તાન જય અંબેનગર સોસાયટીમાં રહેતા યુવકની તેના પિતાની નજર સામે જ તલવાર અને હથોડાના ઘા ઝીકી હત્યા કરનાર પિતરાઈ કાકા સહિત તેના છ સાગરીતોની પોલીસે ગઈકાલે ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં હત્યારો પિતરાઈ કાકા અગાઉ બે હત્યામાં પણ પોલીસમાં પકડાઈ ચૂક્યો હોવાનુ બહાર આવ્યું છે.

સુરતના ભેસ્તાન ફાયર સ્ટેશનની સામે જયઅંબેનગર સોસાયટીમાં રહેતા મૂળ ઓરીસ્સાના ગંજામ જિલ્લાના બહારપુર ગામના વતની કપિલ ઉદયનાથ સ્વાંઈના પુત્ર ગૌતમની દોઢ મહિના પહેલા વતનમાં કોટુબિંક કાકા બાબુલા ઉર્ફે લંબુ સદા સ્વાઈ સાથે જુગારમાં હારી જવા બાબતે ઝઘડો થયો હતો.

જે ઝઘડાની અદાવત રાખી બાબલા ઉર્ફે બાબુલાઍ ગત તા ૫મીના રોજ રાત્રે નવેક વાગ્યે તેના સાગરીત મિથુન સુભાષ પાઢી (રહે, ભેસ્તાન સરસ્વતી આવાસ), ધોબા ભગવાન સ્વાંઈ (રહે, ગણેસનગર પાંડેસરા), પુનમચંદ વિપ્ર ગોડ (રહે, ગણેશનગર પાંડેસરા), નિલાંચલ કબિરાજ ગૈડ (રહે, સચીન), બલરામ ઉર્ફે બલીયા સ્વાંઈ અને ગુલ્લુસિંહ સાથે તલવાર, હથોડા અને લાકડાના ફટકાથી સાથે કપિલના ઘરે ધસી આવ્યો હતો, અને કપિલને ઘરની બહાર કાઢી તેની નજર સામે જ ગોતમને માથામાં અને શરીરના ભાગે તલવાર અને હથોડાના ઉપરા છાપરી ઘા માર્યા હતા.

ગોતમની લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાં ગૌતમનું ટુંકી સારવાર દરમિયાન મોત થયું હતું, પોલીસે કપિલની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી અને ગઈકાલે હત્યામાં સંડોવાયેલા છ આરોપીની ધરપકડ કરી હતી. વધુમાં પોલીસ સુત્રોએ જણાવ્યુ હતું કે, મુખ્ય આરોપી પિતરાઈ કાક બાબલા ઉર્ફે બાબુલા સ્વાઈ સન ૨૦૦૦ અને ૨૦૦૩માં સચીન અને પાંડેસરામાં હત્યા કેસમાં પકડાઈ ચૂક્યો છે. જોકે પોલીસે આ મામલે વધુ તપાસ સાથે પકડાયેલ આરોપી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો