સુરતમાં બોર્ડના વિદ્યાર્થીઓ અટવાશે તો પોલીસની PCR વાન વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે

રાજ્યમાં આજથી બોર્ડની પરીક્ષા (Gujarat Board Exam) શરુ થઇ રહી છે ત્યારે સુરત પોલીસ દ્વારા પરીક્ષામાં (Exam) વિધાર્થીઓને તકલીફ ના પડે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યુ છે. જો કોઈ વિધાર્થી પરીક્ષા સેન્ટર સુધી પહોંચવાનો સમય ના હોય તો પોલીસે આવા વિધાર્થીને PCR VANની મદદથી પરીક્ષા સેન્ટર (Exam Center સુધી પોંહચાડે તેવી વ્યવસ્થા કરવાનો આદેશ સુરત શહેર પોલીસ કમિશનર (commissioner of Police) દ્વારા કરવામાં આવ્યો છે.

આગામી દિવસમો ધોરણ 10 અને 12ની પરીક્ષા શરુ થઇ રહી છે ત્યારે વિધાર્થી પરીક્ષા સેન્ટર સુધી સમયસર પહોંચે અને તને કોઈ તકલીફ પડે તેથી તેમનીિ મદદ હવે પોલીસ કરશે. આ વાત સાંભળીને એક વાર તમે વિચારમાં પડી જશો પણ આ વાત સાચી છે. પરીક્ષા ને ધ્યાન માં રાખીને સુરત પોલીસ કમિશનર દ્વારા પરીક્ષા આપવા જતા કોઈ પણ વિધાર્થીને ટ્રાફિક પોલીસે ન પકડવાનો પણ આદેશ કર્યો છે.

સાથે સાથે કોઈ વિધાર્થી ટ્રાફિક માં ફસાય અથવા અનીય કોઈ તકલીફ માં હોય તો રસ્તે હાજર પોલીસ કર્મચારી અથવા નજીકના પોલીસ સ્ટેશન અને ચોકી સાથે જો પોલીસ કંટ્રોલ રૂમનો સ્પાર્ક કરશે તો પોલીસ તેમની મદદ કરવા તાત્કાલિક પોંહચીને તેમને પરીક્ષા સેન્ટર સુધી પોંહચવા મદદ કરવા સાથે જરૂર પડે તો પોલીસ PCR VAN પણ તેમને પરીક્ષા સેન્ટર સુધી મૂકી જશે જોકે પરીક્ષા ને લઇને પોલીસ કમિશનર આર વી ભ્રહ્મભટ દ્વારા ડાર્ક પોલીસ કર્મચારી ને સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં સૌથી વધુ વિદ્યાર્થી સુરતમાં નોંધાયા

આવતીકાલથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે શિક્ષણ વિભાગ અને સ્કુલો દ્વારા તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી મુજબ રાજયમાં આંકડા જોવામાં આવેતો આ વખતે પણ સૌથી વધારે બોર્ડના વિદ્યાર્થીઓ સુરત કેન્દ્રમાં નોધાયા છે. સુરત શહેરમાં 1 લાખ 63 હજાર 483 પરીક્ષાર્થી નોંધાયા છે. જેમાં ધોરણ 10માંજ 93 હજાર થી વધુ વિદ્યાર્થીઓ છે. બોર્ડની પરીક્ષા માટે સુરત જિલ્લાને 16 ઝોનમાં વહેચવામાં આવ્યું છે જેમાં 87 કેન્દ્રો હશે , 416 પરીક્ષા સ્થળ હશે અને 5637 બ્લોક તૈયાર કરવામાં આવશે.

છેલ્લા કેટલાય વર્ષોથી બોર્ડદ્વારા એવાજ સેન્ટરોની પસંદગી કરવામાં આવે છે જે સેન્ટરોમાં પહેલાથીજ સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ હોઇ , અને્ તમામ કેન્દ્રો એવાજ પસંદ કરવામાં આવ્યા છે. ખાસ ધોરણ 10ની વાત કરીએતો 93 હજાર 584 વિદ્યાર્થીઓ નોધાયા છે જેમને કેન્દ્રોને છ ઝોનમાં વહેચવામાં આવ્યા છે.

પરીક્ષા કેન્દ્રો 50, સ્થળ 282 અને બ્લોકની સંખ્યા 3144 રાખવામાં આવી છે. એવીજ રીતે ધોરણ 12 કોમર્સમાં 5 ઝોનમાં 27 કેન્દ્ર ના 154 સ્થળો પર 1630 બ્લોકમાં 52618 વિદ્યાર્થીઓ પરિક્ષા આપનાર છે. તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 5 ઝોનમાં 10 કેન્દ્રોના 77 બ્લોકમાં 863 બ્લોકમાં 17125 વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે. આ તમામ વિદ્યાર્થીઓનો સરવાળો 1 લાખ 63 હજારથી પણ વધારે થાય છે જે સમગ્ર રાજયમાં એક કચેરીના અંતર્ગત સોૌથી વધારે વિદ્યાર્થીઓ છે. આ ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો ચેકિંગમાં કોઇ પણ વિદ્યાર્થી મોબાઇલ અથવા અન્ય પ્રતિબંધ ઉપકર્ણો સાથે પકડાશે તો શાળા સામે પગલા ભરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો