સુરતમાં પોલીસના દંડના બહાને ઉઘરાણા? 500 રૂપિયા લીધા પાવતી ન આપી! જુઓ વાયરલ વિડિયો.

કોરોનાની (Coronavirus) મહામારી જે દિવસથી શરૂ થઈ છે તે દિવસથી સુરત પોલીસના (Surat Police) જવાનો લોકોને અટકાવી માસ્કના નામે દંડની (Mask Fine) બીક બતાવી લોકો પાસેથી પૈસા એકઠા કરતી હોવાની સતત ફરિયાદો સુરત પોલીસ કમિશનર સુધી આવી રહી છે. ત્યારે સુરતના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક સુમસામ જગ્યા ઉપર લોકોને અટકાવી રૂપિયા ખંખેરતા હોવાનો વીડિયો (Vide) સોશલ મીડિયામાં વાઇરલ (Viral) થતાની સાથે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરત પોલીસના જવાનો ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. આ વખતે લોકો પાસે દંડ નામે પૈસાની ઉઘરાણી કરવાનો મામલો ફરી એકવાર સામે આવતા ચકચાર મચી જવા પામી છે. કારણ કે જે દિવસથી કોરોનાની મહામારી આવી છે તે દિવસથી સતત સુરત પોલીસ દંડના નામે લોકોને હેરાન પરેશાન કરવા સાથે પૈસાનો તોડવાની કરતી હોવાની ફરિયાદો આવી રહી છે.

ત્યારે સુરતની પુણા પોલીસ સ્ટેશનની પીસીઆર નંબર 23માં કર્મચારી તરીકે નીરલ કિરીટભાઈ તેમજ કોન્સ્ટેબલ મુકેશ રમણભાઈ ફરજ પર હતા ત્યારે પીસીઆરને સુમસાન રોડ પર ઊભા રાખીને ત્યાંથી પસાર થતા ટુ વ્હીલર ટેમ્પો ચાલકોને રોકી દંડના નામે પૈસા ઉઘરાવી અને તેમને રસીદ ન આપતા હોવાની વિગતો સામે આવી હતી.

જોકે જાગૃત નાગરિકે આ બાબતે વીડિયો ઉતારીને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ વીડિયોમાં પોલીસ કર્મચારી માસ્ક ના નામે હજાર રૂપિયા દંડ કરવાનું કહે છે જોકે ત્યારે સામેવાળી વ્યક્તિ પોતાની પાસે પૈસા ન હોવાનું કહેતા તેની પાસેથી 500 રૂપિયા લઇ તેને કોઈ પણ જાતની રસીદ આપ્યા વગર રવાના કરી દે છે.

જોકે જાગૃત નાગરિકે પોતાના કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ કરી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે. જોકે વિડીયો વાઇરલ થતા અને આ વીડિયો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો છે ત્યારે ઉચ્ચ અધિકારીઓએ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કયા પ્રકારના પગલાં ભરે છે .જોકે ભૂતકાળમાં પણ પોલીસ દંડના નામે લોકોને રંજાડતા અને લોકો પાસે પૈસા ઉધરાવતા આવી અનેક ફરિયાદો સુરત પોલીસ કમિશનર સુધી પહોંચી છે પણ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો