સુરતમાં લુખ્ખાઓની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો: ‘મકાન ખાલી કર, વરના…’, મારા મારી સાથે કર્યો જીવલેણ હુમલો

પોલીસની નિસ્ક્રિયતાને પગલે અસામાજિક તત્વો બેફામ બન્યા છે. પહેલા તો દાદાગીરી અને મારા મારી કરતા હતા, પણ હવે તો રૂપિયાની દેતી દેતી સાથે મકાન ખાલી કરાવવા માટે લોકો પર ચપ્પુ વડે હુમલો કરતા હોવાની ઘટના પણ સામે આવી છે, ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.

સુરતમાં સતત અસામાજિક તત્વો દિવસેને દિવસેસે બેફામ બની રહયા છે, પહેલા તો આ અસમાજિકતત્વો દાદાગીરી કરી લોકોને હેરના કરતા હતા, પણ હવે તો જીવલેણ હુમલો કરતા પણ અટકાતા નથી. ત્યારે રાંદેર વિસ્તારમાં એક યુવાન પાસે રૂપિયાની દેતી દેતીમાં તેનું મકાન ખાલી કરવા માટે કેટલાક ઈસમો તેના ઘરે પહોંચ્યા હતા, પહેલા તો જે યુવાનનું મકાન ખાલી કરવાનું હતું તેની સાથે ઝગડો કરવા લાગ્યા બાદમાં જોત જોતામાં મામલો એટલો ઉગ્ર બની ગયો કે, લુખ્ખાઓ દ્વારા એક યુવાન પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. જોત જોતામાં લોકોના ટોળા એકત્ર થઇ જતા અસામાજિક તત્વો ત્યાંથી ભાગી છૂટ્યાં હતા. હાલમાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતાની સાથે પોલીસે હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

ફરિયાદ અનુસાર, છેલ્લા કેટલાક સમયથી અસામાજીક તત્વો આ યુવાનના મકાન પર કબજાને લઈને તેને હેરના કરતા હતા, ત્યારે જોવાનું એ રહ્યું કે, પોલીસ હવે આ હુમલાખોરોને ક્યારે પકડી પાડે છે અને તેમની સામે કેટલી કડક કાર્યવાહી કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો