સુરતના યુવાનને ફેસબુક પરથી બોલેરો ગાડી ખરીદવાનું ભારે પડ્યું, જાણો કેવી રીતે છેતરાયો

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતા શ્રમજીવીને ફેસબુક ઉપર વેચવા મુકેલી બોલેરો કાર ખરીદવાનું ભારે પડ્યું છે. ગાડી વેચવાની જાહેરાત મુકનારે પોતાની ઓળખ આર્મી તરીકે આપી ગા઼ડીને ટ્રાન્સપોર્ટમાં મોકલવાને બહાને ગુગલ પે મારફતે રૂપિયા ૪૫ હજાર પડાલી લીધા હતા. બનાવ સંદર્ભે યુવાને ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

છેલ્લા કેટલાક સમયથી ઓનલાઇન ગાડી સાથે અનેક વસ્તુ વેચનારા લોકો ખરીદી કરનાર લોકો સાથે ઠગાઈ કરતા હોય છે, તેમાં પણ આર્મી મેન તરીકેની ઓળખ આપીને લોકો સાથે છેતરપિંડી કરવાની સતત ઘટના સમયે આવી રહી છે. ત્યારે આ વખતે સુરતના યુવાન સાથે આર્મી મેનના નામે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે.

સુરતના ગોડાદરા ગંગોત્રીનગરમાં રહેતા અને પાર્સલ સીલાઈ કામ કરતા ક્રિષ્ણાકુમાર કુપાશંકર પાંડે પોતાના કામ માટે એક ગાડી લેવાનું વિચારી રહયા હતા, ત્યારે તેમણે સોશિયલ મીડિયા પર ફેસબુક ઉપર વેચવા મુકેલી બોલેરો ગાડી પસંદ પડતા જાહેરાત મુકનારનો કોન્ટેક કર્યો હતો. ક્રિષ્ણાકુમારને જાહેરાત મુકનારે પોતાની ઓળખ આર્મીમાં નોકરી કરતા હોવાની આપી હતી. જોકે આ આર્મીમેન દ્વારા સુરતના યુવાનને પહેલા વિશ્વાસમાં લઈને તેની પાસેથી બોલેરો કારનો સોદો કરી કારને ટ્રાન્સપોર્ટમાં મોકલવાને બહાને ક્રિષ્ણાકુમાર પાસેથી ગુગલ પે મારફતે રૂપિયા ૪૫૦૦૦ ટ્રાન્સફર કરાવી લીધા હતા, અને ત્યારબાદ સુરતના યુવાનનો ફોન ઉપાડવાનો બંધ કરી નાખ્યું હતું.

સુરતના યુવાનને ખ્યાલ આવી ગયો હતો કે, તેની સાથે આ આર્મી મેન દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે. જેથી યુવાને પોલીસની શરણું લીધું હતું, અને આ આર્મીમેન સામે ગોડાદરા પોલીસમાં નોંધાવી ફરિયાદ હતી, જેને લઈને પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારે ઠગાઈનાં કિસ્સા અનેક વાર સામે આવતાં હોય છે તેમ છતાં લોકોમાં જાગૃતતાના અભાવના પગલે આવા લોકોને છુટ્ટો દોર મળી જાય છે, ત્યારે લોકો આ મામલે જાગૃત બને તે જરૂરી બન્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો