સુરતમાં પોલીસ કર્મચારીની દાદાગીરી, મહિલા બેંક કર્મીને માર માર્યો, સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ

સુરતમાં એક પોલીસકર્મીની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલે બેંકમાં કામ કરતી એક મહિલા કર્મચારીને માર માર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. આ અંગે જ્યારે મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી તો પોલીસે FIR નોંધી ન હતી અને ખાલી NC નોંધીને મહિલાને રવાના કરી દીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરતમાં પોલીસ કોન્સ્ટેબલના સંબંધી સાથે બેંકમાં પાસબૂકમાં એન્ટ્રી પડાવા માટે ગયો હતો. જો કે ત્યાં હાજર મહિલા કર્મચારીએ એન્ટ્રી પાડવાની ના પાડી દીધી હતી. જેને લઈ પોલીસ કર્મચારી રોષે ભરાયો હતો. અને બાદમાં પોતે બેંકમાં જઈને મહિલા કર્મચારી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી અપશબ્દો પણ બોલ્યા હતા. જેનું રેકોર્ડિંગ મહિલા કર્મચારી કરી રહી હતી. જે બાદ આક્રોશમાં આવીને કોન્સ્ટેબલે કેબિનની અંદર ઘૂસીને તેણે મહિલા બેંક કર્મચારી ઉપર હાથ ઉપાડ્યો હતો.

પોલીસ કોન્સ્ટેબલની સરથાણા પોલીસ સ્ટેશનમાં નોકરી હતી. પણ પુણા પોલીસે આ મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. અને મહિલા કર્મચારીની FIR નોંધવાને બદલે માત્ર NC નોંધી હતી. એટલે કે પોલીસ કર્મચારી કે જે એક મહિલા પર હાથ ઉપાડે તેને જ પોલીસ બચાવી રહી છે.

આ અંગે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમને પણ ટ્વિટ કરી સુરત પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટ અને કલેક્ટર ડો. ધવલ પટેલને પગલા લેવા સૂચના આપી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો