સુરતમાં નાઈટ કરફ્યૂમાં કોરોનાગ્રસ્ત દર્દી માટે લોહી લેવા નીકળેલાં સગાંને પોલીસે માર્યો માર, સમયસર લોહી ન મળતા દર્દીનું મોત, કમિશનરે આપ્યા આદેશ

સુરતમાં નાઈટ કરફ્યૂમાં પોલીસની માનવતા મરી પરવારી હોય તેનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં સુરતના ઉન વિસ્તારમાં દાખલ દર્દી માટે લોહી લેવા નીકળેલા સંબંધીને સચિન GIDC પોલીસે અટકાવી માર માર્યો હતો. આ ધમાચકડીમાં સમયસર લોહી નહીં મળતાં દર્દીનું મોત થયું હતું. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ સુરત પોલીસ કમિશનરે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

સુરતના કીમ નજીક આવેલા ભાટકોલ ગામના રહીશ નજીર મહંમદભાઈ મલેકને કોરોનાં પોઝિટિવ આવતા ઉનમાં આવેલી અમન હોસ્પિટલમાં 19મી એપ્રિલે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. 25મીએ મોડી રાત્રે નજીરભાઈ મલેકના શરીરમાં લોહી ઘટી જતાં ફરજ ઉપરના ડોકટરોએ પ્રિસ્ક્રિપ્શન લખી આપી ઇમરજન્સીમાં બે બોટલ લોહીની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

નજીર મલેકના ભાઈના જમાઈ જાવિદ શેખ ઉનના સામાજિક કાર્યકર્તા જાફર દેશમુખને લઇને લોહીની વ્યવસ્થા કરવા માટે નીકળ્યા હતા. હોસ્પિટલનાં પાર્કિંગથી થોડે દૂર ખાનગી ડ્રેસમાં ઊભેલી સચીન GIDC પોલીસે બાઇક ઉપર જઈ રહેલાં બન્નેને અટકાવ્યા હતા. કરફ્યૂ ભંગના નામે ઠમઠોર્યા હતા. આ યુવાનોએ પોતે કોરોના પેશન્ટ માટે લોહીની વ્યવસ્થા કરવા નીકળ્યા હોવાનું જણાવી તેમને ઝડપથી જવા દેવા માટે આજીજી કરી રહ્યા હતા.

પરંતુ પોલીસે આ બંનેની વાત નહીં સાંભળી તેમને ખેંચીને ફટકારી લીધા હતા. આ ઝપાઝપીમાં લોહી માટે લખી આપેલી નોટ પણ ફાટી ગઈ હતી. પોલીસે બંનેને મુક્ત તો કરી દીધા હતા. પરંતુ આ માથાકુટમાં સમય વેડફાઈ ગયો હતો. પોલીસના અવરોધને કારણે લોહીની વ્યવસ્થા કરવામાં સમય નીકળી ગયો હતો. એટલું જ નહીં લોહીની બોટલ સામે રક્તદાન કરવા આવેલાં મિત્રો પોલીસની દાદાગીરી જોઈ ભાગી છૂટ્યા હતા. જેને કારણે દર્દીનું મોત નીપજ્યાનો આક્ષેપ મૃતકના જમાઇ જાવેદ શેખે કર્યો હતો.

આ સમગ્ર મામલે વાઇરલ વિડીયો સામે આવ્યો હતો અને અને ત્યારબાદ પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. જો કે ભૂતકાળમાં આવી અનેક બનેલી ઘટનામાં તપાસ કરવાના આદેશ આવ્યા છે. જો કે તપાસ કરનારા પોલીસ હોઈ અને કસૂરવાર જો પોલીસ હોઈ તો તપાસમાં શું બહાર આવશે એ જનતા પણ હવે સમજી ગઈ છે. ગરીબની મોત પર આજે કોણ ધ્યાન આપે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો