સુરતઃ કોરોનામાં બેકાર બનેલા 65 વર્ષીય પતિએ પૈસાના ઝઘડામાં પત્નીની હત્યા કરી નાખી

સાત ફેરા ફર્યા બાદ અને સાત જન્મ માટે સાથે રહેવાના સમ લેનાર પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને વાત ત્યાં સુધી પહોંચી ગઈ હતી કે પતિએ પત્નીની હત્યા કરી નાખી. સુરતમાં 65 વર્ષના વૃદ્ધે ઝઘડો થતાં પથ્થરના ઘા ઝીંકી 55 વર્ષની પત્નીની હત્યા કરી નાખી હતી. બેકાર બનેલાં પતિએ રૂપિયાની બાબતે પત્નીની હત્યા કરી નાખી હતી.

વરાછાના પટેલ નગરમાં પતિ પત્નીનાં ઝગડાનો કરુણ અંજામ સામે આવ્યો હતો. પતિ પત્ની રાત્રે ઝગડ્યા હતા અને પત્ની સવારે જાગે તે પહેલાં જ પતિએ પત્નીના માથાના ભાગે પથ્થર મારી મોતની ચાદર ઓઢાડી દીધી હતી. છેલ્લા બે દિવસમાં સુરતમાં બે હત્યાના બનાવ બન્યા હતા. અને બંને બનાવ વરાછા પોલીસ સ્ટેશનની હદમાં બનીને સામે આવ્યા છે. ગત રોજ રત્નકલાકારો લડ્યા હતા અને હવે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. વરાછા વિસ્તારના પટેલ નગરમાં સિનિયર સિટીઝન દંપતી વચ્ચે ઝઘડો થતાં પતિએ પત્નીની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો છેલ્લા 13 વર્ષથી વરાછા વિસ્તારના પટેલ નગરમાં રહેતા સાધુ ચરણ અને દુર્ગા ચરણ મૂળ બિહારના વતની છે. પતિ સાધુ ચરણ વોચમેનની નોકરી કરતો હતો અને પત્ની દુર્ગા ચરણ ઘરે ધાગા કટિંગનું કામ કરી પોતાનું ગુજરાત ચલાવતા હતા. હાલ કોરોનાની મહામારીને પગલે બેકાર બનેલા દંપતી વચ્ચે અવારનવર ઝગડા થવા લાગ્યા હતા. પત્ની ઘર ખર્ચ માટે પતિ પાસે રૂપિયા માંગતી ત્યારે બેકાર બનેલા પતિ તેમના પર ગુસ્સો કરી ઝગડો કરતો હતો. પતિ વતન જવા માંગતો હતો જ્યારે પત્ની સુરતમાં જ રહેવા માંગતી હતી.

આ વૃદ્ધ દંપતી વચ્ચે આ વાત ને લઈ ઘણી વખત ઝઘડા થતા હતા. ગત રાત્રે રૂપિયાની લેતી દેતીમાં ઝગડો થયો હતો. જેમાં પતિ પત્નીના ઝઘડાને કરુણ અંજામ મળ્યો હતો. પતિ પત્નીના 35 વર્ષના દાંપત્ય જીવનમાં નિઃસંતાન હતા અને બંને સાથે જ રહેતા હતા. પતિ પત્ની રાતે ઝગડો કરી અને સુઈ ગયા હતા. જો કે પતિએ આ વાતને ધ્યાને લઈ પતિ વહેલી સવારે જાગે તે પહેલાં જ તેના માથાના અને શરીરના ભાગે પથ્થરોના ઉપરા છાપરી ઘા મારી હત્યા કરી નાખી હતી.

સુરતમાં પતિપત્નીના ઝગડામાં પતિએ પત્નીની હત્યા કરી નાખતાં મકાન માલિકને જાણ થતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને વરાછા પોલીસે ઘટનાસ્થળે આવી તપાસ કરી હતી. આ સાથે જ આરોપી સાધુ ચરણને ઝડપી તેના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. જો કે આ હત્યાના બનાવથી સ્થાનિકો પણ ચોંકી ગયા હતા. કારણે કે એક વૃદ્ધ પતિ દ્વારા વૃધ્ધ પત્નીની ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી. છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા ઝગડાનો અંત કરુણ આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો