સુરતનો હવસખોર સસરો, રૂમમાં સૂતી વિધવા પુત્રવધુનાં કપડાં ઊંચા કરી પ્રાઈવેટ પાર્ટ પર ફેરવ્યો હાથ

સુરતમાં ફરી એકવાર હવસનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. આ વખતે હવસખોર સસરાએ પોતાની જ પુત્રવધુની શારીરિક છેડતી કરી હતી. ચાર મહિના અગાઉ જ પતિનું મૃત્યુ થતાં પુત્રવધુ શોકમાં ગરકાવ હતી. તે પોતાના રૂમમાં સૂતી હતી ત્યારે સસરાએ તેની પાસે આવીને તેનાં પ્રાઈવેટ પાર્ટ પર સ્પર્શ કર્યો હતો. જે મામલે પુત્રવધુએ પોલીસ ફરિયાદ કરતાં સસરાની ધરપકડ કરવામાં આવી હતી.

સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલ માનદરવાજાના ખ્વાજાનગરમાં 25 વર્ષીય મહિલા પોતાના બે બાળકો અને સાસુ સસરા સાથે રહે છે. ચાર મહિના અગાઉ જ તેના પતિનું અવસાન થયું હતું. જેથી ધર્મ મુજબ ચાર મહિના 13 દિવસ માટે તે પડદામાં રહી હતી. 6 એપ્રિલના રોજ સવારે 6 વાગ્યે તે પહેલા માળે પોતાના રૂમમાં સૂતી હતી. ત્યારે 60 વર્ષીય સસરા સતારશાહ જાકશાહ ફકીર ત્યાં આવ્યો હતો.

સસરા પુત્રવધુની પાસે બેસી ગયો હતો. અને તેના પગ પાસે બેસી પગ ઉપર હાથ ફેરવવા માંડયા હતા. આ ઘટનાથી હેબતાઈ ગયેલી મહિલાએ પહેલાં તો સસરાને આવું ન કરવા માટે વિનંતી કરી હતી. પણ તેમ છતાં સસરા માન્યા ન હતા. અને બાદમાં તેણે મહિલાના કપડા ઊંચા કરી પ્રાઈવેટ પાર્ટ ઉપર હાથ ફેરવ્યો હતો. આ સમયે પણ મહિલાએ વિરોધ કરતાં સસરા ત્યાંથી જતાં રહ્યા હતા.

જો કે સસરાના આ કૃત્યથી મહિલા ડઘાઈ ગઈ હતી. અને ઘરની ઈજ્જત ન જાય તે માટે ચૂપ રહી હતી. પણ માતા સાથે ફોન પર વાત કરતાં મહિલા ભાંગી પડી હતી અને સસરાના કરતૂતોનો ભાંડો ફોડ્યો હતો. માતાએ પડદાનો રિવાજ પૂરો થયા બાદ કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું. જે બાદ પડદાના દિવસો પૂરા થતાં મહિલા પોતાના પિયરે ગઈ હતી અને સસરા સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસ સસરાની ધરપકડ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો