સુરત પોલીસ દ્વારા જ રાત્રિ કરફ્યૂનો ભંગ: ફાર્મ હાઉસમાં યોજાયો PIનો વિદાય સમારંભ, વિડિયો વાયરલ થતાં પોલીસ કમિશ્નરે કર્યા સસ્પેન્ડ

કોરોના સમયમાં (corona time) સામાન્ય લોકોને નિયમો (corona guideline) બતાવીને જો તેનો અમલ ન થાય તો કાર્યવાહી કરતી પોલીસે (police) ખુદ કોરોના નિયમોના ધજાગરા ઉડાતો વીડિયો વાયરલ થયો છે. સિગણપોર પોલીસ સ્ટેશનના (Singanpor police station) પીઆઈની (PI) બદલી થતાં તેનો વિદાય સમારંભ ફાર્મ હાઉસમાં (Farewell Ceremony Farm House) રાખવામાં આવ્યો હતો. જ્યાં 100 કરતા વધુ લોકોને એકત્ર કરીને કોરોનાના નિયમોના ધજાગરા ઉડ્યા હતા. અને આનો વીડિયો વાયરલ (viral video) થતાં પોલીસ કમિશ્નરે તાત્કાલિક અસરથી પગલાં લેતા પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ (Police inspector suspended) કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મળતી માહિતી પ્રમાણે મળતી માહિતી પ્રમાણે સુરતના સિગણપોર પોલીસ મથકના પીઆઇની ગતરોજ ઇકો સેલમાં બદલી થઇ હતી. જેને લઈને આજે રાત્રે 8 વાગ્યા બાદ કર્ફયૂ લાગું પડે છે ત્યારે લોકોને નિયમ પડાવતી પોલીસે સિગણપોર વિસ્તારમાં આવેલા એક ખાનગી ફાર્મ હાઉસમાં પીઆઇની બદલી થતા તેનો વિદાય સમારંભ રાખ્યો હતો.

અહીંયા અનેક નિયમો તૂટતાં જોવા મળ્યા મળ્યા હતા. માસ્કનો પહેલો નિયમ, સોશિયલ ડિસ્ટેન્શિંગનો બીજો નિયમ, રાત્રી 8 વાગ્યા બાદ વિદાય સભારંભનો ત્રીજો નિયમ અને વગર મંજૂરીએ કાર્યકમ કરવો, ચોથો નિયમ તોડ્યો હતો.

જોકે લોકો સમયે કાર્યવાહી અને દંડ કરતી આ પોલીસને હવે દંડ કે તેમાંય વિરુદ્ધ કોરોના ગાઈડ લાઇન તોડવાનો ક્યાં નિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અને કોણ કરશે તે સવાલો ઉભા થવા પામ્યા છે. જોકે નિયમોનું પાલન કરાવતી સુરત પોલીસ નિયમોના ધજાગરા ઉડાવીને સાબિત કરી આપ્યું છે કે આ નિયમો માત્ર સામાન્ય લોકો માટે છે.

પોલીસ અને રાજકારણીઓ નિયમો તોડશે તો તેમનો વાળ પણ વાંકો કરવાની કોઈની તાકાત નથી ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો રોષ સાથે પોતાની ભડાસ બહાર કાઢી રહ્યાં છે.

આ અંગે ડીસીપી ઝોન-1 ભાવના પટેલના જણાવ્યા પ્રમાણે સમગ્ર મામલે પોલીસ કમિશ્નર અજય તોમરે તપાસના આદેશ આપ્યા છે. અને પાંચ દિવસમાં તપાસનો રીપોર્ટ સોપાશે. ત્યારબાદ અધિકારી સામે ખાતાકીય તપાસ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો