સુરતમાં ફરી એક વાર હનીટ્રેપનો કિસ્સો આવ્યો સામે: યુવકનો મહિલા સાથે બીભત્સ વીડિયો ઉતારી 25 લાખ માંગ્યા, બે મહિલાની ધરપકડ

સુરતના સરથાણા વિસ્તારમાં રહેતાં યુવકે પોતાના મિત્ર પાસે શરીરસુખ માણવા કોઈ યુવતીનો સંપર્ક મંગાયો હતો. તેના મિત્રએ રાંદેરમાં રહેતી મહિલાનો ફોન નંબર આપ્યો હતો. યુવકને મહિલાએ રાંદેર વિસ્તારમાં આવેલાં તેના ઘરે બોલાવ્યો હતો. અને ત્યાર બાદ યુવક યુવતીનાં ઘરે પહોંચી જાય છે. યુવક ઘરમાં આવ્યા બાદ યુવક અને યુવતી કઢંગી હાલતમાં આવી ગયા હતા.

જે બાદ પ્લાન મુજબ બહારથી દરવજો ખોલી એક 22 વર્ષીય યુવતી પોતાના હાથમાં મોબાઈલ લઈ અંદર ઘૂસી આવી હતી. અને બંનેનાં કઢંગી હાલતમાં વીડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ યુવકને બ્લેકમેલ કરવા લાગે છે. કહે છે કે, હવે આ મામલો પતાવો હોઈ તો 25 લાખ આપવા પડશે. રૂપિયા નહીં આપે તો આ વીડિયોને ટીવી ચેનલમાં પ્રસારીત કરી દેવામાં આવશે.

યુવતીની આ વાતોથી ગભરાયેલાં યુવકે તેના મિત્રને સમગ્ર હકીકત જણાવી હતી. અને જણાવ્યું હતું કે તે કઈ રીતે ફસાઈ ચૂક્યો છે. અને તેને 25 લાખ રૂપિયાની જરૂર છે તેવું પણ કહે છે. ત્યારબાદ તેના મિત્રએ બનાવવાળી જગ્યાએ પહોંચી 100 નંબર પર ફોન કરી પોલીસ બોલાવી લે છે. જે બાદ પોલીસ યુવકને મહિલાઓનાં ચુંગાલમાંથી મુક્ત કરાવે છે.

સમગ્ર મામલે રાંદેર પોલીસ બંને યુવતી અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. 3 લોકોની ગેંગ દ્વારા હનીટ્રેપનું આ રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું. અને તેઓની મોડસ ઓપરેન્ડી પણ આ જ હતી. શરીરસુખ માણવા આવેલાં યુવકનો વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરીને પૈસા પડાવવા. આ રેકેટમાં સામેલ બે યુવતીઓની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે ફરાર એક યુવકની શોધખોળ હાથ ધરી છે. પોલીસ દ્વારા અગાઉ કેટલાં યુવકોને આ ગેંગ દ્વારા શિકાર બનાવવામાં આવ્યો છે તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતમાં અવારનવાર હનીટ્રેપનાં કિસ્સાઓ સામે આવતાં રહે છે. હનીટ્રેપનાં રેકેટમાં ન ફક્ત નાના માણસો પણ હીરાનાં વેપારીઓ, ઉદ્યોગપતિઓ સહિત નેતાઓ પણ ફસાઈ ચૂકયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો