સુરતમાં લૉકડાઉનમાં બેકાર થયેલા ત્રણ રત્નકલાકારોને જીવન નિર્વાહ માટે તરબૂચ વેચવા ભારે પડ્યા, પોલીસે જેલમાં પૂરી દીધા

કોરોના વાયરસ (Coronavirus)ને લઇને હાલ લૉકડાઉન (Lockdown) ચાલી રહ્યું છે. લૉકડાઉનને પગલે વેપાર અને ઉદ્યોગ બંધ હોવાને લઈને સુરતના વરાછા વિસ્તારમાં રહેતા રત્નકલાકારો (Diamond Worker)એ પોતાના જીવન નિર્વાહ માટે તરબૂચ (Watermelon) વેચવાનો વેપાર શરૂ કર્યો હતો. જોકે, યુવકોને અહીં પણ સફળતા મળી ન હતી અને પોલીસે લૉકડાઉન ભંગનો ગુનો નોંધીને ત્રણેય રત્નકલાકારોની ધરપકડ કરી છે. પોલીસે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતા તેમનો આ બિઝનેસ પણ બંધ થઈ ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરતમાં લૉકડાઉન વચ્ચે પોલીસે ત્રણ લોકોને તરબૂચ વેચતા ઝડપી પાડ્યા છે. વ્રજ ચોક ભગવાનનગર નજીક રજીસ્ટ્રેશન વિનાનો ટેમ્પો લઈ ત્રણ યુવાન તરબૂચ લઇ વેચવા ઉભેલા નજરે ચઢ્યા હતા. હાલ શહેરમાં ફ્રૂટ અને શાકભાજીના વેચાણ ઉપર પ્રતિબંધ છે ત્યારે ટેમ્પોમાં તરબૂચ વેચી રહેલા પોલીસે મૂળ જામનગરના વતની અને સુરતના સરથાણા ખાતે રહેતા રોહિત હંસરાજભાઇ ગાંભવા, મૂળ અમરેલી વતની અને હાલમાં સરથાણા રાજેશભાઈ મંજીદભાઈ વેકરીયા અને મૂળ અમરેલી અને હાલમાં સ્વામીનારાયણ સોસાયટી, સીમાડા ગામ, સરથાણા ખાતે રહેતા વિજય દિનેશભાઇ તંતીની ધરપકડ કરી છે.

આ લોકો લૉકડાઉનનો ભંગ કરતા પકડાયા હતા. પોલીસે તેમની પૂછપરછ કરતા પોતે રત્નકલાકાર છે અને લૉકડાઉન વચ્ચે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા આ વેપાર શરૂ કર્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તરબૂચ સાથે ટેમ્પો મળીને રૂપિયા 3.75 લાખની કિંમતના મુદામાલ કબજે કરીને ત્રણેય ત્નકલાકર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો